22 વર્ષ સીએમ રહેલાં કોંગી નેતા ભાજપમાં જોડાયા

Posted By: Super
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉત્તર પૂર્વીય યાત્રા પહેલા પાર્ટીને ખુશ થવાનું એક મોટું કારણ મળી ગયું છે. 22 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા અરૂણાચલ પ્રદેશના કદાવર કોંગ્રેસી નેતા ગેગૉન્ગ અપૉન્ગ ભાજપમાં જોડાયાં છે. આ અંગે ઔપચારિક જાહેરાત 22 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીની વિજય સંકલ્પ અભિયાન રેલી દરમિયાન કરવામાં આવશે. આ રેલી અરૂણાચલ પ્રદેશના ઇસ્ટ સિયાંગ જિલ્લાના પાશીઘાટ વિસ્તારમાં થશે.

Gegong-Apang
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગેગૉન્ગ દ્વારા 17 ફેબ્રુઆરીએ અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને પાર્ટી છોડવા અંગે સૂચિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમણે ભાજપના દિલ્હી સ્થિત મુખયાલયમાં આવીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. આ અંગે જાણકારી આપતા અરૂણાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ તાઇ તાગ્યાકએ કહ્યું કે, ગેગૉન્ગના આવવાથી ભાજપના અભિયાનને મજબૂતી મળશે.

નોંધનીય છે કે, ગેગૉન્ગ અપૉન્ગના પહેલા પણ ભાજપ સાથે સંબંધો રહ્યાં છે. વર્ષ 2003માં તેમણે ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકરૃાર ચલાવી હતી. જો કે, આ સરકાર માત્ર 42 દિવસ જ ચાલી હતી.

English summary
Former Arunachal Pradesh Chief Minister and senior Congress leader Gegong Apang, who served as the second longest serving Chief Minister in the country with a record 22 years, mostly with the party, has resigned and joined the BJP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.