યુપીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે આ રીતે બિછાવી માયાજાળ
જેમ જેમ ચૂંટણી શરૂ થઈ ચૂકી છે, હવે લાગે છે કે કોંગ્રેસ બહુ ચતુરાઈ સાથે પોતાના પગલાં આગળ વધારી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીની શરૂઆતમાં કહ્યુ હતુ કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ફ્રંટ ફૂટ પર રમશે. ફેબ્રુઆરી અને માર્ચ સુધી એવુ લાગ્યુ પણ કે પાર્ટી યુપીમાં આક્રમક ચૂંટણી અભિયાનમાં ઉતરી રહી છે. પરંતુ જેમ જેમ ચૂંટણી શરૂ થઈ ચૂકી છે, હવે લાગે છે કે પાર્ટી બહુ ચતુરાઈ સાથે પોતાના પગલાં આગળ વધારી રહી છે. જ્યાં તેને જીતની સંભાવના બિલકુલ જોવા નથી મળી રહી ત્યાં તે સપા-બસપા મહાગઠબંધનને પોતાની રણનીતિથી ફાયદો પહોંચાડવાની કોશિશમાં લાગેલી છે. તેમનું એકમાત્ર લક્ષ્ય છે ભાજપને વધુમાં વધુ નુકશાન પહોંચાડવુ. રાજ્ય માટે પાર્ટીએ 80માંથી 64 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે. પરંતુ જોઈએ તો તેમાંથી 26 સીટો પર તેણે જીતી આશા છોડીને કોઈને કોઈ રીતે સપા-બસપા મહાગઠબંધનના ફાયદા માટે જ જાળ બિછાવી. ઈકોનૉમિક ટાઈમ્સ મુજબ પાર્ટીના એક નેતાએ માન્યુ પણ છે કે આમાં કંઈ નવુ નથી અને પાર્ટી રાજ્યની માત્ર 22 લોકસભા સીટો પર જ પોતાનું ફોકસ કરી રહી છે. બાકીની સીટો મહાગઠબંધન માટે રણનીતિ તરીકે છોડવાની યોજના બનાવી ચૂકી છે. એટલા માટે બુઆ અને બબુઆ હવે કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે પરંતુ કોંગ્રેસના નિશાના પર ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહી ગયા છે.

મહાગઠબંધનને આ રીતે ફાયદો પહોંચાડી રહી છે કોંગ્રેસ
યુપીમાં ભાજપને હરાવવા માટે જે રણનીતિ પર કામ કરી રહી છે તેની ઝલક શનિવારે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના 9 ઉમેદવારોનું લિસ્ટ જોવાથી મળી છે. જેમાં 5 એવા નામ છે જે સીધે સીધા સપા-બસપાના ઉમેદવારોને ફાયદો પહોંચાડવા માટે ઉતારવામાં આવ્યા છે. પાર્ટી કમસે કમ જે 26 સીટો પર મહાગઠબંધનની અઘોષિત મદદ કરી રહી છે તેમાંથી 11 પશ્ચિમી યુપીમાં, 11 પૂર્વાંચલમાં અને 4 અવધ વિસ્તારમાં છે. અહીં કોંગ્રેસ ઉમેદવારોનો મૂળ હેતુ ભાજપના મતને વહેંચીને મહાગઠબંધનના ઉમેદવારોની રાહને સરળ બનાવવાનો છે. પાર્ટીએ આ સીટોમાંથી અમુક પર છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ પણ બદલી દીધા છે જેથી ગઠબંધનને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય. ઉદાહરણ તરીકે પૂર્વાંચલની ગાજીપુર સીટને લઈએ તો અહીં યાદવોની જનસંખ્યાને જોતા આજમગઢના પૂર્વ સાંસદ રમાકાંત યાદવ પોતાના માટે ટિકિટ માંગી રહ્યા હતા.તે હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. પરંતુ બે કારણોસર કોંગ્રેસ લીડરશીપે તેમને બીજી કોઈ સીટ પસંદ કરવા માટે કહી દીધુ છે. પાર્ટી કોઈ પણ સ્થિતિમાં બસપા ઉમેદવાર અને જેલમાં બંધ માફિયા ડૉન અનસારીના ભાઈ અફઝલ અનસારી માટે પરેશાની ઉભી કરવા માંગતી નથી. કોંગ્રેસ સૂત્રો મુજબ આનાથી એ પણ જોખમ ઉભુ થઈ શકે કે ગાજીપુરમાં યાદવ ઉમેદવારને જોઈને પૂર્વાંચલમાં મુસ્લિમ મતદારો નારાજ થઈ જાય.

કુશવાહા મતબેંકમાં ગાબડુ લગાવવાની ચાલ
ગાજીપુરમાં કોંગ્રેસે રમાકાંત યાદવને નિરાશ કરીને અજીત કુશવાહાને ટિકિટ આપી છે. જે સ્થાનિક જાતીય સમીકરણમાં અફજલ અનસારીને ફાયદો પહોંચાડી શકે છે. સ્થાનિક કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે કુશવાહાને જે પણ મત મળશે તેનાથી ભાજપને નુકશાન થશે. કારણકે ગાજીપુરમાં કુશવાહા મતદારો ભાજપ સાથે ગણાય છે. આ રીતે કોંગ્રેસે ઝાંસીથી શિવસરન કુશવાહા અને ચંદોલીથી શિવ કન્યા કુશવાહાને ટિકિટ આપી છે. આ બંને ઉમેદવાર જેટલા પણ કુશવાહાના મત કાપશે, તેનાથી મહાગઠબંધનના ઉમેદવારોને જ ફાયદો મળશે. આ જ રીતે આંબેડકર નગરમાં કોંગ્રેસના ઉમેદવારની પરોક્ષ રીતે મદદ કરવાની કોશિશ કરી છે. કોંગ્રેસના સ્થાનિક સૂત્રોની માનીએ તો નિષાદ કે ભાજપને મત આપે છે અથવા તો પોતાની જાતિને જ મત આપે છે. એવામાં ભાજપના ઉમેદવારનો ખેલ બગડવાની શંકા વધી ગઈ છે.

બ્રાહ્મણ મતો વહેંચવાની રણનીતિ
સલેમપુર, જોનપુર અને મથુરા લોકસભા સીટો પર કોંગ્રેસે બ્રાહ્મણ ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. પાર્ટીને લાગે છે કે તેના ઉમેદવાર ભલે ન જીતે પરંતુ તે તેમના મત વધારશે અને ભાજપના ઉમેદવારોની મત બેંકમાં ગાબડુ પાડીને મહાગઠબંધનના ઉમેદવારોની મદદ પણ કરશે. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજેશ મિશ્રાને સલેમપુર, દેવ્રત મિશ્રાને જોનપુર અને મહેશ પાઠકને મથુરાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ચર્ચા છે કે કોંગ્રેસ ગોરખપુર સીટ પર પણ બ્રાહ્મણ ઉમેદવારને ઉતારવાની યોજના બનાવી ચૂકી છે. આવી જ રીતે લાલગંજ સુરક્ષિત સીટ પર કોંગ્રેસે વર્તમાન ભાજપ સાંસદ નીલમ સોનકર સામે પંકજ મોહન સોનકરને ઉમેદવાર બનાવ્યા છે. સોનકર પાસી જાતિની એક ઉપજાતિ છે અને આ વિસ્તારમાં તેમની સારી એવી વસ્તી છે. બે સોનકર ઉમેદવાર હોવાના કારણે અહીં પણ ફાયદો મહાગઠબંધનનના ઉમેદવારને મળવાની સંભાવના છે. પહેલા તબક્કામાં પણ કોંગ્રેસે ગાઝિયાબાદ સીટ પર પણ સ્થાનિક બ્રાહ્મણ ડૉલી શર્માને ઉમેદવાર બનાવ્યા હતા જેના કારણે સમયસર સપાએ પોતાના ઉમેદવાર બદલી દીધા. સૂત્રો મુજબ પહેલા તબક્કામાં પાર્ટીએ મેરઠથી હરેન્દ્ર અગ્રવાલ, કેરાનાથી હરેન્દ્ર મલિક અને ગૌતમ બુદ્ધ નગરથી અરવિંદ સિંહને પણ આ હેતુથી મેદાનમાં ઉતાર્યા હતા જેથી ભાજપના મતો વહેંચાઈ જાય અને સપા-બસપાને ફાયદો મળી જાય.

કોંગ્રેસની અપેક્ષિત સીટો પર પ્રિયંકાનું ફોકસ
કોંગ્રેસમાંથી મળતી માહિતી મુજબ હવે પૂર્વી યુપીના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ચૂંટણી પ્રચારનું ફોકસ મુખ્ય રીતે એ જ સીટો પર રહેશે જ્યાં પાર્ટી પોતાને મેદાનમાં માને છે અથવા જ્યાંથી તેને જીતની સંભાવના જોવા મળી રહી છે. આમાં પશ્ચિમી યુપીની 8, અવધની 11 અને પૂર્વાંચલની 5 સીટો પર પાર્ટી પોતાના માટે સારો ચાંસ જોઈ રહી છે. આમાંથી મોટાભાગની એ સીટો છે જ્યાં કોંગ્રેસ પહેલા જીતી ચૂકી છે અથવા તેણે ત્યાં એવા લોકોને ટિકિટ આપી છે જે પહેલા ત્યાં સફળ થઈ ચૂક્યા છે. પ્રિયંકાનું મેઈન ફોકસ એવી જ સીટો પર રહેશે જ્યાંથી તે પાર્ટી માટે હવા બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
