તેલંગણાથી કોંગ્રેસ સાંસદોની પાર્ટી છોડવાનો સંકેત

congress
હૈદરાબાદ, 25 જાન્યુઆરીઃ તેલંગણાથી કોંગ્રેસ સાંસદોએ આજે એ વાતના સંકેત આપ્યા છે કે જો પાર્ટી પૃથક તેલંગણા રાજ્યની રચનાની મંજૂરી આપવાના વચનથી પીછેહટ કરશે તો તેઓ પાર્ટી છોડી દેશે.

જો કે, તેમણે ઔપચારિક રૂપથી કહ્યું કે તે આ મુદ્દે 28 જાન્યુઆરી સુધી કેન્દ્રના નિર્ણયની રાહ જોશે, પરંતુ કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદનું એ નિવેદન રાસ નહીં આવ્યું કે કોઇપણ નિર્ણય ઉતાવણમાં નહીં આપવામાં આવે.

સાંસદ મંડા જગનનાથમનું કહેવું છે કે, આઝાદની ટિપ્પણી ફરી એક વાર તેલગણાંની જનતા સાથે વિશ્વાસઘાત જેવું છે. અમે લોકો એક કે બે વાર સમજાવી શકીએ છીએ. જો કોંગ્રેસ ટાળતી રહેશે તો તેની પ્રતિષ્ઠા વધુ નીચે જતી રહેશે. તેલંગણા ક્ષેત્રના કોંગ્રેસ સાસંદે કેન્દ્રની સમય સીમા અને આઝાદના નિવેદનની પૃષ્ઠભૂમિની હાલની સ્થિતિની સમીક્ષા માટે મંડાના આવાસ પર બેસીને કરી.

સાંસદ જી સુખેંદર રેડ્ડી અને જી વિવેકાનંદાએ કહ્યું કે હાલ પ્રશ્ન એ નથી કે અમે કોઇ અન્ય પાર્ટીમાં જઇએ છીએ કે નહીં. પરંતુ જો કોંગ્રેસના તેલંગણાની રચના વિરુદ્ધ નિર્ણય લેશે તો અમે કોંગ્રેસ છોડવાની નિર્ણય લેતા નહીં ખચકાઇએ. અમે કોઇ કડક નિર્ણય લઇશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X