છત્તીસગઢમાં ફરી શરૂ થશે પરિવર્તન યાત્રા

હરિપ્રસાદે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમને કહ્યું હતું કે રાજ્યમાં બધા જિલ્લા મુખ્યાલયોમાં 6 જૂનના રોજ શોક સભાઓ આયોજીત કરવામાં આવશે. પ્રખંડ સ્તર પર શોક સભાઓ 7 જૂનના રોજ આયોજીત કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે સંપૂર્ણ ઉત્સાહ સાથે ફરી પરિવર્તન યાત્રા નિકળશે.
ભાજપને આડે હાથ લેતાં તેમને કહ્યું હતું કે આ દુખદ ઘટના પર તે ગંદુ રાજકારણ રમી રહી છે. તેમને એ પણ કહ્યું હતુ6 કે બસ્તરના કેટલાક વિભાગોમાં શોકસભા થશે નહી. એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે પરિવર્તન યાત્રાની તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે. બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદના નામ પર કોઇ ચર્ચા થઇ નથી. હરિપ્રસાદે કહ્યું હતું કે આ મુદ્દે હાઇકમાન્ડ બાદમાં નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
