લતાના કયા ભાઇ સામે અકળાઇ કોંગ્રેસ?
નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ કોકિલ કંઠી લતા મંગેશકરના એક ભાઇ છે, કદાચ તેમનાથી આપ સૌ પરિચિત હશો. હૃદયનાથ મંગેશકર, પરંતુ આજકાલ એ સમાચાર ઘણા ચર્ચામાં છે કે લતા મંગેશકરના ભાઇ સાથે વાંકુ પડ્યું છે. હજું સુધી એવા સમાચાર ક્યારેય આવ્યા નથી કે દેશની ટોચની રાજકિય પાર્ટી કોંગ્રેસને લતા મંગેશકરના ભાઇ સાથે કોઇ વાંધો પડ્યો હોય અને ભવિષ્યમાં પણ તેમની સાથે કોઇ વાંધો કદાચ નહીં પડે, ત્યારે અન્ય એવા કયા ભાઇ છે કે જેમના નામ માત્રથી કોંગ્રેસ અકળાઇ ઉઠે છે, તો તમને જણાવી દઇએ કે એ અન્ય કોઇ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપા પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. લતા મંગેશકરે જ્યારથી નરેન્દ્ર મોદીને પોતાના ભાઇ ગણાવ્યા છે, ત્યારથી કોંગ્રેસ અકળાઇ ઉઠી છે. લતાજી દ્વારા જ્યારે પણ મોદીની વખાણ કરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ ટીકાત્મક અવસ્થામાં આવી જાય છે અને લતાજીને સલાહ આપવા લાગે છે.

સિંઘવીએ કહ્યું કે, લતાજી તેમની પ્રસિદ્ધિનો ઉપયોગ રાજકારણમાં ના કરે. લતાજી દેશના આઇકોન છે. અમારા બધા માટે એ ગર્વની વાત છે. લતાજીના અવાજના પ્રશંસક આખા દેશમાં ફેલાયેલા છે. તે એક આઇકોન તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં તેમણે ધ્યાન રાખવું જોઇએ કે કોઇ તેમનો રાજકિય ઉપયોગ તો નથી કરી રહ્યું ને. તેમને સુનિશ્ચિત કરવું જોઇએ કે તેમની આ પ્રસિદ્ધિનો કોઇ દુરુપ્યોગ ના કરે.












Click it and Unblock the Notifications
