For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ વિમાન સોદા પર રાહુલ ગાંધીની ટ્વિટ, Self "Reliance"

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ એરક્રાફ્ટ મામલે ટ્વિટ કરીને અનિલ અંબાણીની રિલાયન્સ કંપની અને નરેન્દ્ર મોદી સરકાર પણ આકાર આક્ષેપ કર્યા છે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ તરફથી કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર પર રાફેલ એરક્રાફ્ટ સોદામાં કૌભાંડનો આરોપ લગાવ્યા પછી ફ્રાંસથી આ અંગે જવાબ આવ્યો છે. ફ્રાંસ કોંગ્રેસનું નામ લીધા વગર જણાવ્યું છે કે આ સોદામાં કોઇ પણ પ્રકારનું કૌભાંડ કરવામાં નથી આવ્યું. સાથે જ ફ્રાંસે કહ્યું કે કોઇ પણ આરોપ લગાવતા પહેલા તથ્યોની તપાસ થવી જરૂરી છે. ત્યાં જ કોંગ્રેસનું કહેવું છે કે આ મામલે તમામ નિયમોની સાથે જ દેશહિતની પણ અવગણના કરવામાં આવી છે. વધુમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે ત્રણેક જેટલા ટ્વિટ કરીને ભાજપ અને રિલાયન્સ કંપની પર કટાક્ષ કર્યો છે. રાહુલે લખ્યું છે કે સેલ્ફ રિલાયન્સ સ્પષ્ટ રીતે મેક ઇન ઇન્ડિયાનો મહત્વપૂર્ણ પહેલું છે. શું તમે રાફેલ સોદા માટે એરોસ્પેસમાં શૂન્ય અનુભવ કરતી કોઇ રિલાયન્સની વ્યાખ્યા કરી શકો છો. રાહુલે લખ્યું કે મોદીજી સૂટ છોડવું સારું છે પણ લૂટનું શું? ઉલ્લેખનીય છે કે Reliance નો અર્થ ગુજરાતમાં વિશ્વાસ પણ થાય છે.

rahul gandhi

કોંગ્રેસનો આરોપ છે કે આ વિમાનોની કિંમત 526 કરોડ રૂપિયા છે પણ સોદો 1571 કરોડ રૂપિયાનો થયો છે. વધુમાં ઉલ્લેખનીય છે કે રાફેલ ડીલની શરૂઆત યુપીએ સરકારના શાસનમાં થઇ છે. યુપીએ સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 126 રાફેલ વિમાનોનો સોદો કર્યો હતો. તેમાંથી ખાલી 16 વિમાનો જ ખરીદવાના હતા. અને બાકી માટે ફ્રાંસ ભારતની સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રાફેલ બનાવાની ટેકનોલોજી આપવાનો હતો.

rahul gandhi

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીના સત્તામાં આવ્યા પછી આ રાફેલ ડીલની સંખ્યા 16 થી 36 થઇ ગઇ અને જે ડિલ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે થઇ હતી તેને રદ્દ કરીને આ ડિલ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો છે કે આનાથી દેશના સરકારી ખજાનાને નુક્શાન થશે. કારણ કે પહેલા આ ડિલ 10.2 અરબ ડોલરમાં નક્કી થઇ હતી હવે તે 30.45 અરબ ડોલરમાં કરવામાં આવી રહી છે. જેનાથી દેશને લગભગ 20 અરબ ડોલરનું નુક્શાન થશે.

English summary
Congress vp rahul gandhi tweets on alleged rafale scam. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X