For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીની આગેવાનીમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કોંગ્રેસ

સોનિયા ગાંધીના કાર્યકાળને એક વર્ષ માટે વધારવા માટે પણ વિચાર શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાથી લઈને આજ સુધી પાર્ટીની કમાન સોનિયા ગાંધી સંભાળી રહી છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ પાર્ટીની કમાન સંભાળવા માટે હજુ કોઈ ભાવે ઉમેદવાર મળ્યો નથી. આ દરમિયાન ઘણા કોંગ્રેસ નેતાઓએ માંગ ઉઠાવી કે રાહુલ ગાંધીએ ફરીથી પદ સંભાળવુ જોઈએ પરંતુ તેમણે આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવામાં સોનિયા ગાંધીના કાર્યકાળને એક વર્ષ માટે વધારવા માટે પણ વિચાર શરૂ થઈ ગયો છે.

sonia ganhdi

માહિતી અનુસાર 10 ઓગસ્ટે પાર્ટીના અંતરિમ પ્રમુખ તરીકે એક વર્ષ પૂરુ કરનાર સોનિયા ગાંધીના કાર્યકાળનો વિસ્તાર કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી) જલ્દી બેઠક કરશે. કોંગ્રેસના એક પદાધિકારીએ કહ્યુ કે પાર્ટીના બંધારણ અનુસાર વિસ્તાર માટે એક બેઠકની જરૂર હશે કારણકે પાર્ટીના એક નિયમિત અધ્યક્ષની ચૂંટણી બાકી છે. આ ઉપરાંત બેઠક માટે કરવામાં આવેલ નિર્ણયની માહિતી ચૂંટણી પંચને પણ આપવી જરૂરી છે.

અધિકારીએ જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે 24 માર્ચથી લાગુ લૉકડાઉનના કારણે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને રદ કરી દેવામાં આવી. સોનિયા ગાંધીની નિયુકતિના તરત બાદથી હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ અને ત્યારબાદ ઝારખંડ અને દિલ્લી ચૂંટણીના કારણે પણ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સમય ન મળી શક્યો. આ દરમિયાન પાર્ટી હવે બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે સીડબ્લ્યુસીએ ગયા વર્ષે 10 ઓગસ્ટે રાહુલ ગાંધી દ્વારા પોતાનુ રાજીનામુ પાછુ લેવાનો ઈનકાર કર્યા બાદ સોનિયા ગાંધીને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે નામિત કર્યા હતા.

સપનામાં આ વસ્તુઓ તો જુઓ તો સમજવુ કે ખુલવાના છે નસીબના દરવાજાસપનામાં આ વસ્તુઓ તો જુઓ તો સમજવુ કે ખુલવાના છે નસીબના દરવાજા

English summary
Congress will contest Bihar assembly elections under Sonia Gandhi CWC prepares to extend Tenure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X