કોંગ્રેસ 52 હજારથી વધુ બુથ સુધી પહોંચી નાગરિક અધિકાર પત્રિકા પહોંચાડશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકના સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસની ‘પ્રદેશ કારોબારી’ ની વિશેષ બેઠક યોજાઇ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકના સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસની 'પ્રદેશ કારોબારી’ ની વિશેષ બેઠક યોજાઇ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ પસાર કરાયો હતો. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય બનાવવા અંગેનો ઠરાવ પણ પસાર કરાયો હતો.

rahul

આ અંગે જગદિશ ઠાકોરે જણાવ્યું હતુ કે, મોંઘવારી, બેરોજગારી, અણઘડ વહિવટ, ભ્રષ્ટાચાર, ખાડે ગયેલ અર્થવ્યવસ્થા, ગુજરાતમાં ચાલી રહેલા જુદા જુદા આંદોલનો સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આગામી દિવાળી સુધીના તમામ કાર્યક્રમોનું આયોજન નક્કી કર્યું છે. કોંગ્રેસ જનજન સુધી મોંઘવારી, બેરોજગારી સહિતની નાગરિકોને પરેશાન કરતી મુશ્કેલીઓ તેમજ કોંગ્રેસના વચનોના 'નાગરિક અધિકાર પત્રિકા’ નું તાલુકા દીઠ – બુથ દીઠ વિતરણ પ્રદેશ કાર્યાલયથી કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ 52000 થી વધુ બુથો ઉપર એક સાથે કામગીરી શરૂ કરાશે. સાથોસાથ વિશાળ જનસંપર્ક માટે દરેક તાલુકાઓમાં 75 બાઈક સાથેની યાત્રાઓની તારીખો નક્કી કરાશે. માતાજીને આરાધના કરવાનું પાવનપર્વ નવરાત્રીના 9 દિવસ દરમ્યાન પણ જુદા જુદા કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

ગુજરાતમાં ચાલી રહેલા નિવૃત્ત સૈનિકોનું આંદોલન, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓનું આંદોલન, આંગણવાડીની આશા વર્કરો, ફિક્સ પગાર – આઉટ સોર્સીંગના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો, માલધારી સમાજ, ખેડૂતો સહિતના જુદા જુદા આંદોલનોમાં સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર આવતા આંદોલનકારીઓ – આગેવાનોને રહેવા માટે સુવિધા આપવા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓના નિવાસ સ્થાન 'એમ.એલ.એ. ક્વાટર્સ’ ઉપલબ્ધ કરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X