For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી મિશન 2014 સામે કોંગ્રેસ શરૂ કરશે પોલ ખોલ અભિયાન

|
Google Oneindia Gujarati News

congress-bjp-logo
નવી દિલ્હી, 20 જુલાઇ : રાષ્ટ્રીય પક્ષ ભાજપે શુક્રવારે તેની ચૂંટણી પ્રચાર સમિતીની 20 પેટા સમિતીઓની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસે પણ ભાજપના મિશન 2014ની સામે આક્રમક મોરચો ખોલવાની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મિશન 2014 હાથ પર લેવાના છે, તેની સામે કોંગ્રેસ પોલ ખોલ અભિયાન પર કામ શરૂ કરશે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે ભાજપ ભલે ગમે તેટલી સમિતીઓ અને ટીમો બનાવે પરંતુ લોકસભા ચૂંટણી 2014માં અમારી સામે હારી જ જશે. તેમણે જણાવ્યું કે તેઓ ભાજપાની હકીકત બહાર લાવવાના 'પોલ ખોલ' અભિયાનનો આરંભ નરેન્દ્ર મોદીના ગુજરાતથી જ કરશે.

ભાજપના ચૂંટણી અભિયાનના આરંભની સાથે જ કોંગ્રેસનું પોલ ખોલ અભિયાન પણ શરૂ થશે. આ માટે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ પોતાના નેતાઓ સાથે બેસીને ચર્ચા કરી છે અને સમગ્ર રણનીતિ તૈયાર કરી દીધી છે. કોંગ્રેસનું અભિયાન હાલ ત્રણ મહિના સુધી ચલાવવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અભિયાનમાં કોંગ્રેસ ભાજપની સાંપ્રદાયિકતા, નરેન્દ્ર મોદીની ખામીઓ વગેરે બાબતો લોકો સમક્ષ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2014ની સાથે તે પહેલા આવી રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાનો દમ દેખાડવા માટે પ્રયત્ન કરી રહી છે. આ માટે ભાજપના પગલે કોંગ્રેસ પણ સોશિયલ નેટવર્કિંગનો સહારો લેશે.

English summary
Congress will start 'Pol Khol' campaign against Modi mission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X