લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ડબ્બા ડૂલ થઇ જશે: સર્વે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો ડંખ જેલી રહેલી કોંગ્રેસ સરકારે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જોરદાર હારનો સ્વાદ ચાખ્યો છે. જેના કારણે કોંગ્રેસની આખી ટીમ અંદરથી હલી ગઇ છે. પાર્ટીની અંદર ઘમાસાણ ચાલી રહ્યું છે એની વચ્ચે આંતરિક સર્વેના રિપોર્ટે કોંગ્રેસ પાર્ટી અને પાર્ટીના અધ્યક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે.

રાજસ્થાન પત્રિકામાં છપાયેલા સમાચાર અનુસાર કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ લોકસભા ચૂંટણી માટે આંતરિક સર્વે કરાવ્યો હતો જેના થકી લોકોના મનમાં પાર્ટીને લઇને શું ભાવના છે તેને જાણી શકાય. સર્વેના પરિણામ કોંગ્રેસ માટે ખૂબ જ નિરાશાજનક આવ્યા છે. સર્વેના પરિણામ અનુસાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખરાબ રહેશે. તેને માત્ર 70-75 બેઠકો પર જ જીત મળી શકશે. જેના કારણે તે સત્તાથી દૂર નહી પરંતુ ખૂબ જ દૂર ફેંકાઇ જશે.

સૌથી વધારે નુકસાન તેને હિન્દી ભાષી પ્રદેશો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢમાં થશે જેના કારણે તેનું લોકસભામાં ગણિત બગડી જશે. કોંગ્રેસ હાલમાં રાહુલ ગાંધીને આગળ કરીને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે પરંતુ પાર્ટીની હાલત તમામ રાજ્યોમાં ખૂબ જ ખરાબ હોવાના કારણે હારનો માછલા રાહુલ ગાંધીના માથા પર ધોવામાં આવશે. જોકે સોનિયા ગાંધી આવું થવા દેવા ઇચ્છતી નથી, જે તેમની પાર્ટીની સૌથી મોટી ચિંતા છે.

upa
એટલું જ નહીં પરંતુ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની મુશ્કેલી માત્ર મોદી જ નથી પરંતુ દિલ્હીમાં આવેલી નવી સરકાર 'આપ'થી પણ છે. આ સર્વે રિપોર્ટથી આખી પાર્ટી હલી ગઇ છે માટે ચાર મહિનામાં વધારેમાં વધારે એ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જે સામાન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલ છે પરંતુ જે છેલ્લા દસ વર્ષમાં નથી થયું તે ચાર મહિનામાં કેવી રીતે બની શકે છે. ફિલહાલ જો આ સર્વે રિપોર્ટ સાચો છે તો ખરેખર લોકસભા ચૂંટણી પરિણામ કોંગ્રેસના ડબ્બા ડૂલ કરી શકે છે.
English summary
According Rajasthan Patrika, Congress will swept away in general election 2014, shows Congresss internal survey.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.