આઇએસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા

ફર્રુખાબાદ જતી વખતે આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલનું જિલ્લામાં ઘણા સ્થળે સ્વાગત કરવામાં આવ્યું. જો કે, કેટલાક સ્થળો પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેજરીવાલનો વિરોધ પણ કર્યો, જ્યારે કન્નેજમાં કેજરીવાલની ટૂકડીને કાળા વાવટા દર્શાવવા આવેલા ભાજપના કાર્યકર્તાઓને પોલીસે ભગાડ્યા હતા.
કેજરીવાલે આ પ્રદર્શનમાં વિક્લાંગોને જેમ બને તેમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું. મોટી સંખ્યામાં આવેલા લોકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.
કેજરીવાલની રેલી ફર્રુખાબાદમાં આવાસ વિકાસ પરિષદ મેદાનમાં ચાલી રહી છે. આઇએસી કાર્યકર્તાઓએ તેને સફળ બનાવવા માટે આકરી મહેનત કરી છે.












Click it and Unblock the Notifications
