કોંગ્રેસ કાર્યકર્તાઓ ગૌમૂત્ર છાંટીને વિધાનસભાને પવિત્ર કરી, જુઓ વીડિયો
હિન્દુત્વ મુદ્દે લોકોને ભડકાવીને મત એકઠા કરનારી બીજેપીને કર્ણાટકના લોકોએ જાકારો આપ્યો છે. બીજેપીને સત્તામાંથી હટાવ્યા બાદ હવે કોંગ્રેસના કાર્યકર્તાએ ગૌમૂત્રથી વિધાનસભા સાફ કરી હતી.
નવી સરકારે શપથ લીધા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિધાનસભા પહોંચ્યા હતા. અહીં આ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ત્યાં ગૌમૂત્ર અને ડેટોલથી વિધાનસભાની સફાઈએ કરી હતી અને કહ્યું કે, નવી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત હોવી જોઈએ.

કોંગ્રેસ નેતા સંકેત યેનાગીએ જણાવ્યુ કે, બીજેપી સરકારે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે. તે લોકો ગૌમૂત્ર રેડીને વિધાનસભાને શુદ્ધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, લોકો ઇચ્છે છે કે વહીવટ શુદ્ધ અને ભ્રષ્ટાચાર મુક્ત હોય. નવી સરકાર દરેકની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.
અન્ય એક કોંગ્રેસી કાર્યકર્તાએ કહ્યું કે, બીજેપીની 40 ટકા કમિશન વાળી સરકાર જતી રહી છે. હવે કોંગ્રેસની ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આવી છે. બીજેપીની કમિશન વાળી સરકારનું કલંક હટાવવા માટે વિધાનસભાના દરવાજા અને પરિસરમાં ગૌમૂત્રનો છટકાવ કરી રહ્યા છીએ.
અહીં તેમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને નવી સરકારમાં ઉપમુખ્યમંત્રી બનેલા ડીકે શિવકુમારે કહ્યું હતું કે, બીજેપી સરકાર બેફામ ભ્રષ્ટાચાર કરી રહી છે. લોકો તેનાથી કંટાળ્યા છે.
#WATCH | Bengaluru: Congress workers sprinkle cow urine and perform Pooja at the State Assembly in Bengaluru. They said that they are 'purifying' Vidhana Soudha. pic.twitter.com/SWapoH7vOL
— ANI (@ANI) May 22, 2023
તેમણે આગળ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવતાં જ ગૌમૂત્ર અને ડેટોલથી વિધાનસભાની સફાઈ કરાશે. આ જ વચન હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાને શુદ્ધ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે બીજેપીના હિન્દુત્વના એજંડાને પછાડીને કર્ણાટકમાં 135 સીટો જીતીને સરકાર બનાવી છે. અહીં બીજેપી માત્ર 66 સીટો જીતી શકી છે.












Click it and Unblock the Notifications
