Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસનું પોસ્ટર: ઇન્દિરા કા ખૂન, પ્રિયંકા ઇઝ કમિંગ સૂન

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની ઈલેક્શન લડવા વિશે ખબર આવતાની સાથે જ રાજનૈતિક ચર્ચા શરુ થઇ ચુકી છે. કોંગ્રેસીઓ ઘ્વારા પણ પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં પ્રત્યક્ષ રીતે આવવા પર પોતાની ખુશી વ્યકત કરી છે.

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની ઈલેક્શન લડવા વિશે ખબર આવતાની સાથે જ રાજનૈતિક ચર્ચા શરુ થઇ ચુકી છે. કોંગ્રેસીઓ ઘ્વારા પણ પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં પ્રત્યક્ષ રીતે આવવા પર પોતાની ખુશી વ્યકત કરી છે. અલાહાબાદમાં કોંગ્રેસ ઘ્વારા એક નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ખૂન જણાવીને રાજનીતિમાં આવવાનો સંકેત આપ્યો છે. આ પોસ્ટર ઘ્વારા કોંગ્રેસ પોતાની ખુશી વ્યકત કરી રહી છે.

priyanka gandhi

અલાહાબાદમાં સંકેત આપ્યો હતો

ઘણા લાંબા સમયથી પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં આવવા માટેની માંગ કોંગ્રેસ કરી રહી હતી. અલાહાબાદમાં કોંગ્રેસ ઘ્વારા તેની જોરદાર માંગ પણ ઉઠી હતી જયારે રાહુલ ગાંધી છેલ્લીવાર અલાહાબાદ મુલાકાત દરમિયાન રાત રોકાયા હતા, ત્યારે આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો. ત્યારે પ્રિયંકા ગાંધી ઘ્વારા એવું કહીને બધાને શાંત કરી દેવામાં આવ્યા હતા કે જયારે પણ તેઓ ઈલેક્શન લડશે ત્યારે બધાને જાતે જ ખબર પડી જશે. તેમને લોકોને યોગ્ય સમયની રાહ જોવા માટે કહ્યું હતું. હાલમાં પ્રિયંકા ગાંધીની ઈલેક્શન લડવાની વાત સામે આવતા જ અલાહાબાદમાં કોંગ્રેસ નેતા હસીબ અહમદ ઘ્વારા એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે.

શુ છે પોસ્ટરમાં?

અલાહાબાદમાં જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં વચ્ચે ઇન્દિરા ગાંધીનો ફોટો છે અને તેની બિલકુલ નીચે પ્રિયંકા ગાંધી હાથ જોડીને ઉભા છે. આ બંને ફોટો એકબીજા સાથે મેળ પણ ખાય છે. આ પોસ્ટર પર લખ્યું છે કે "ઇન્દિરા કા ખૂન, પ્રિયંકા ઇઝ કમિંગ સૂન" પોસ્ટરમાં ઇન્દિરા ગાંધી સાથે એક બાજુ રાહુલ ગાંધી તો બીજી બાજુ સોનિયા ગાંધીનો ફોટો છે. જયારે આ બધાની ઉપર પ્રમોદ તિવારી અને રેણુકા ચૌધરીનો ફોટો લગાવવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X