For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં CWC બેઠક ચાલુ, રાહુલ-સોનિયા સહિત પાર્ટીના 52 નેતા હાજર

કોંગ્રેસ કાર્યસમિતિ(સીડબ્લ્યુસી)ની બેઠક આજે શનિવારે નવી દિલ્લીમાં પાર્ટી મુખ્યાલયમાં થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ કાર્યકારી સમિતિ(સીડબ્લ્યુસી)ની બેઠક શનિવારે નવી દિલ્લીમાં પાર્ટી મુખ્યાલયમાં ચાલુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના 52 વરિષ્ઠ નેતા હાજર છે. 18 મહિનાથી વધુ સમયમાં પહેલી વાર કોંગ્રેસ નેતાઓની આ ઑફલાઈન બેઠક યોજાવાની છે. આ બેઠકમાં નવા પાર્ટી અધ્યક્ષથી લઈને આવનારી ચૂંટણી માટે વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલ અનુસાર આગામી વિધાનસભા ચૂંટણી સાથે-સાથે સંગઠનાત્મક ચૂંટણી પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, પંજબ, ઉત્તરાખંડ અને ગોવામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે.

congress

બેઠકમાં લખીમપુર ખીરી પર પણ ધ્યાન આપવામાં આવશે. લખીમપુર ખીરીમાં એક કારે ખેડૂતોને કચડી નાખ્યા જેના કારણે 8 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાના કારણે મોટો રાજકીય વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સિહત ઘણા કોંગ્રેસી નેતાઓએ પીડિતોના પરિવારો સાથે મુલાકાત કરી. સીડબ્લ્યુસીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને કોંગ્રેસ પ્રતિનિધિમંડળની માંગોનુ સમર્થન કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના મોટાભાગના નેતા ઈચ્છે છે કે રાહુલ ગાંધી પાછા આવે અને પાર્ટીના અધ્યક્ષનુ ઔપચારિક પદ ગ્રહણ કરે. ખાસ કરીને જ્યારથી રાહુલ ગાંધી પાર્ટીના લગભગ બધા મુખ્ય નિર્ણયોમાં શામેલ છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ, 'જો રાહુલ ગાંધી કે કોઈ સક્રિય નેતાને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે તો તત્કાલ ચૂંટણી ન થઈ શકે.' રાહુલ ગાંધી છેલ્લા કોંગ્રેસ અધ્યક્ષ હતા અને તેમણે 3 જુલાઈ, 2019ના રોજ લોકસભા ચૂંટણી બાદ રાજીનામુ આપ્યુ હતુ.

પરંતુ સીડબ્લ્યુસી અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ જેવા વિવિધ નિગમની ચૂંટણી માટે સંગઠનાત્મક ચૂંટણી જરુર હશે. ગયા વર્ષે, સીડબ્લ્યુસીમાં જ્યારે આ બે મહત્વપૂર્ણ નિગમો માટે ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી હતી તો રાહુલ ગાંધીએ સંમતિ વ્યક્ત કરી હતી અને પાર્ટી સહયોગીઓને આશ્વાસન આપ્યુ હતુ કે કમસે કેમ કાર્ય સમિતિ માટે એક આંતરિક ચૂંટણી થશે.

English summary
Congress working committee CWC meeting today, decision on internal elections likely
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X