For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે મનાવવામાં આવશે બંધારણ દિવસ, રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં થશે શામેલ

દેશભરમાં આજે શુક્રવારે બંધારણ દિવસ મનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં આજે શુક્રવારે બંધારણ દિવસ મનાવવામાં આવશે. ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ મનાવવામાં આવે છે. દેશનો આ 71મો બંધારણ દિવસ છે. બંધારણ દિવસ સમારંભમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના કેન્દ્રીય હૉલમાં એક પ્રસ્તાવના વાંચશે અને સમારંભનુ નેતૃત્વ કરશે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિશિષ્ટ સભાને સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી નવી દિલ્લીના વિજ્ઞાન ભવનમાં બે દિવસીય બંધારણ દિવસ સમારંભનુ પણ ઉદઘાટન કરશે અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક ભાષણમાં રાષ્ટ્રને સંબોધિત કરશે ત્યારબાદ લોકો બંધારણની પ્રસ્તાવનાના વાચન સત્રમાં તેમની સાથે લાઈવ થશે.

narendra modi

પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ રાષ્ટ્રપતિ બંધારણ સભા વાદ-વિવાદનુ એક ડિજિટલ સંસ્કરણ, બંધારણની એક સુલેખિત પ્રતિનુ એક ઑનલાઈન સંસ્કરણ અને સાથે જ રૂપરેખાને નિર્ધારિત કરતા દસ્તાવેજનુ એક અદ્યતન સંસ્કરણ જાહેર કરશે. દેશની મૌલિક રાજકીય સંહિતામાં આજ સુધીના બધા સુધારા શામેલ હશે.

કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવના એક ભાગ તરીકે બંધારણ દિવસ મનાવી રહી છે. સરકારના જણાવ્યા મુજબ આ ઉજવણી દેશને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળવાના 75 વર્ષ થવાનુ પ્રતીક છે. સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક અધિકૃત જાહેરાત અનુસાર સંસદમાં આયોજિત કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ સંબોધિત કરશે.

English summary
Constitution Day 2021: President and PM Modi address constitution day celebration need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X