સતત ભારે વરસાદથી મુંબઇનો રોડ રેલ ટ્રાફિક ખોરવાયો
મુંબઇ, 11 જુલાઇ : મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે રોડ અને લોકલ ટ્રેનનો ટ્રાફિક ખોરવાયો છે. ગઇ કાલે સેન્ટ્રલ લાઇન પર ટ્રેનનો ટ્રાફિક ખોરવાયા બાદ આજે પણ નવી મુંબઇના વશી અને અન્ય વિસ્તારોમાં રેલ અને રોડ ટ્રાફિક ખોરવાયો હોવાના સમાચાર છે.
આજે વહેલી સવારથી પડેલા ધૂંઆધાંર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સવારથી અંધેરી, ખાર સબવે, જૂહુ સહિતના વિસ્તારોમાં મોટા પાયે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અહીંના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અહીં રસ્તાઓ પર પાણી ભરાતા ઠેર ઠેર ગાડીઓ બંધ પડી જતા ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારનો સમય હોઈ ઓફિસ અવરને કારણે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.
મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે આજે હિંદમાતા, મહિમ, કુર્લા અને ચેમ્બુર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈ મહાનગર પાલિકા માટે પાણીનો નિકાલ મોટી સમસ્યા બની ગયા છે.
જો કે બે દિવસના વરસાદ બાદ પણ મુંબઈના તળાવો પુરા ભરાયા નથી. અહીં જળ સપાટી છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી નીચે જતા બીએમસીએ 30 ટકા પાણીનો કાપ જાહેર કર્યો હતો. વરસાદને પગલે મુંબઈના લોકોએ હાશકારો અનુભવ્યો છે.
શુક્રવારે સવારે મુંબઈના દરિયામાં 4.36 મિટર ઉંચી લહેરો ઉઠી હતી. વરસાદને પગલે લોકલ ટ્રેનો અને અન્ય વાહનવ્યવહારને પણ અસર થવા પામી છે.

1
મુંબઇમાં સતત વરસી રહેલો વરસાદ

2
વનરાજી વરસાદમાં નહાતી

3
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

4
વધુ વરસાદની આગાહી

5
વરસાદથી બચવાના ઉપાય શરૂ

6
રસ્તા પર પાણી ભરાયા

7
ટ્રાફિક ખોરવાયો












Click it and Unblock the Notifications
