ફેસબુકમાં માયાવતીને બતાવ્યા કાળી રૂપમાં, હાથમાં સ્મૃતિ ઈરાનીનું માથું
હાલમાં જ રાજ્યસભામાં માયાવતી અને શિક્ષામંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે તીખો વાદવિવાદ થઇ ગયો હતો. માયાવતીએ સ્મૃતિ ઈરાનીને પલટવાર કર્યો હતો જેના જવાબમાં કહ્યું કે જો તેઓ તેમને સંતોષ ના કરી શક્યા તો તેઓ પોતાનું માથું કાપી નાખશે.
સ્મૃતિ ઈરાનીના આ નિવેદન પર ફેસબુક પર માયાવતીના સમર્થકો તેમને કાળીના રૂપમાં બતાવ્યા. જેમાં તેઓ સ્મૃતિ ઈરાનીનું કપાયેલું માથું હાથમાં પકડીને ઉભા છે. ફોટોમાં લખવામાં આવ્યું છે કે ભાજપાઓ સાવધાન, નહી ચાલે જૂઠ, અને બેઈમાનીનો વેપાર બહેન છે તૈયાર, અબકી બાર બસપા સરકાર.

આ તસ્વીર પર ભાજપના યુપી અધ્યક્ષ લક્ષ્મીકાન્ત વાજપેયી એ કહ્યું છે કે માયાવતીને કાળીના રૂપમાં બતાવી જ દીધા છે તો હવે તેમની પૂજા પણ ચાલુ કરી દો.












Click it and Unblock the Notifications
