દિલ્હીમાં સોનિયા ગાંધીના વિવાદાસ્પદ પોસ્ટરોથી બબાલ
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: દિલ્હીમાં તેલંગાણાના વિરોધમાં અનશન પર ઉતરેલા ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડૂએ અનશન કેમ્પમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસી નેતાના વાંધાજનક પોસ્ટરો લગાવ્યા છે. આ વાંધાજનક પોસ્ટરો પર ભયંકર બબાલ મચી જવા પામી છે. આ પોસ્ટર બુધવારે દિલ્હીના આંધ્ર ભવનમાં ચંદ્રબાબુ નાયડૂના સમર્થકો લઇને આવ્યા હતા.
ફરિયાદ એ છે કે નાયડૂ સાથે સરકાર વાત શા માટે નથી કરી રહી. આ પોસ્ટરમાં સોનિયા ગાંધીને ખૂબ જ બિભત્સ રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં સોનિયા ગાંધીના મોમાંથી લોહી ટપકી રહ્યું છે અને તે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના માથાઓ દ્વારા બનેલી માળા પહેરેલી છે. જોકે આ તમામ પોસ્ટરોને ફાડી તેવામાં આવ્યા છે, પરંતુ એક પોસ્ટર હજી પણ દિલ્હી પોલીસના બેરીકેડમાં લાગેલું જોઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સોનિયા ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવવાની ઘટના સામે આવી ચૂકી છે, હમણાં થોડા મહીના પહેલા દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ મુખ્યાલય પર કથિત બાબા રામદેવ સમર્થકોએ સોનિયા ગાંધીની તસવીરો પર કાળી શાહી લગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
