શ્રીરામ સેનાના અધ્યક્ષનું વિવાદિત નિવેદન, કહ્યું-મહિલાઓની સુરક્ષા માટે હિન્દુઓ ઘરમાં તલવાર રાખે
ફરી એક વખત નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. હાલમાં જ બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ચાકુ રાખવાની વાત કરી હતી ત્યારે હવે શ્રીરામ સેનાના અધ્યક્ષ પ્રમોદ મુતાલીકે તલવાર રાખવાની વાત કરી છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ધાર્મિક કટ્ટરતા દિવસે દિવસે વધી રહી છે ત્યારે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો પણ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે ફરી એક વખત નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. હાલમાં જ બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ચાકુ રાખવાની વાત કરી હતી ત્યારે હવે શ્રીરામ સેનાના અધ્યક્ષ પ્રમોદ મુતાલીકે તલવાર રાખવાની વાત કરી છે.

હિન્દુ નેતાઓના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આવી રહ્યા છે ત્યારે હવે પ્રમોદ મુતાલીકે કહ્યું કે, હિન્દુ મહિલાઓની સુરક્ષા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં તલવારો રાખવી જોઈએ. પ્રમોદ મુતાલીક યદ્રવીમાં સ્વામી વિવેકાનંદ જયંતિ દરમિયાન એક હિન્દુ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે કહ્યું કે તલવારને ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ કે લોકો તેને જોઈ શકે અને જે લોકો ઘરની મુલાકાતે આવે તેને દેખાય.
તેમણે આગળ કહ્યું કે, જો તમે ઘરમાં તલવાર રાખો તો પોલીસ અધિકારીઓ કોઈ ફરિયાદ પણ નોંધશે નહીં. તેમણે ઉમેર્યું કે હથિયારોનું પ્રદર્શન કોઈને મારવા માટે નથી, પરંતુ મહિલાઓની સુરક્ષા માટે છે.
પ્રમોદ મુતાલીક આગળ કહ્યું કે, આપણે ટ્રેક્ટર, પુસ્તક કે પેનને શસ્ત્રો તરીકે પૂજવાને બદલે તલવારની પૂજા કરવી જોઈએ. તો આપણે આપણા ઘરમાં તલવારની પૂજા કેમ ન કરીએ? આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હોય. આ પહેલા પણ ઘણા નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
