For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત એ બાંગ્લાદેશીઓનુ વોટર લિસ્ટમાં રાખો નામ, જે આપણુ સમર્થન કરે, સભામાં બોલ્યા TMC ધારાસભ્ય

પશ્ચિમ બંગાળમાં ટીએમસી ધારાસભ્ય ખોકન દાસ તેમના વિવાદીત નિવેદનથી મુશ્કેલીમાં મુકાયા છે. એક નિવેદનમાં તેમણે માત્ર એવા બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સના નામ મતદાર યાદીમાં મૂકવાની વાત કરી હતી, જેઓ માત્ર તેમની પાર્ટી TMCને સમર્થન આપે

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં ટીએમસી ધારાસભ્ય ખોકન દાસ તેમના વિવાદીત નિવેદનથી મુશ્કેલીમાં મુકાયા છે. એક નિવેદનમાં તેમણે માત્ર એવા બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સના નામ મતદાર યાદીમાં મૂકવાની વાત કરી હતી, જેઓ માત્ર તેમની પાર્ટી TMCને સમર્થન આપે છે. ભાજપે તેમના આ નિવેદનને મુદ્દો બનાવ્યો છે. આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે, જેથી તેમની સામે કાર્યવાહી થઈ શકે.

TMC

TMC ધારાસભ્યએ મંગળવારે સાંજે બર્ધમાન શહેરમાં જાહેર સભા કરી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહી તેમણે કહ્યું કે ઘણા નવા લોકો આવી રહ્યા છે, તેઓ બાંગ્લાદેશના છે. આમાંથી ઘણા લોકો હિંદુ ભાવનાઓના આધારે ભાજપને મત આપે છે. મહેરબાની કરીને ખાતરી કરો કે જેઓ અમારી પાર્ટીનું સમર્થન કરે છે તેમને જ મતદાર યાદીમાં સ્થાન મળે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે દાસ 2021માં બર્ધમાન શહેરથી ઊભા હતા, ત્યારે બાંગ્લાદેશના લોકો જ્યાં સ્થાયી થયા હતા ત્યાં તેમને ઓછા મત મળ્યા હતા. જેમાં તેમના પોતાના વિસ્તાર કંચનનગર-રથતાલા પણ સામેલ હતા. જો કે, વિવાદ વધતો જોઈને ધારાસભ્યએ આ અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ દરરોજ અમારા વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. મેં ટીએમસી કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે તેમના નામને મતદાર યાદીમાં સ્થાન ન મળવું જોઈએ.

બીજેપીએ સાધ્યુ નિશાન

આ નિવેદન પર ભાજપના જિલ્લા પ્રવક્તા સૌમ્યરાજ મુખોપાધ્યાયે કહ્યું કે આ મુદ્દે પક્ષની રાજનીતિ કરવાને બદલે ધારાસભ્યએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ગેરકાયદેસર વસાહતીઓ વિશે માહિતી આપવી જોઈએ. આ જ કારણ છે કે અમે CAA-NRC લાવી રહ્યા છીએ. બીજેપી નેતા શિશિર બજોરિયાએ કહ્યું કે અમે ટીએમસી ધારાસભ્ય વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. અમે તેમની સામે એફઆઈઆર માંગીએ છીએ. જ્યારે ટીએમસીએ પોતાના નેતાનો બચાવ કર્યો છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે ધારાસભ્યની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને CAA લાગુ કરવા પાછળ ભાજપનો રાજકીય હેતુ છે.

English summary
Controversial statement of TMC MLA about the vote of Bangladeshis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X