નમોના નવ લખ્ખા સૂટની થશે હરાજી, રૂપિયા અપાશે વારાણસીના NGOને
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવેલ સૂટ ખૂબ જ વિવાદોમાં રહ્યો, જેની પર તેમનું નામ લખવામાં આવ્યું હતું. સૂત્રોની માનીએ તો નરેન્દ્ર મોદીનું નામ લેખલ સૂટની હરાજી થશે, જેના દ્વારા એકત્રિત કરવામાં આવેલી રાશિને સ્વયમ સેવી સંસ્થાને દાન કરવામાં આવશે.

વડાપ્રધાને જે સૂટ પહેર્યો હતો, તે આખા સૂટ પર 'નરેન્દ્ર દામોદરદાસ મોદી' ખૂબ જ જીણા અક્ષરે લખ્યું હતું. નરેન્દ્ર મોદીના આ સૂટની હરાજી થયા બાદ જે પણ રૂપિયા આવશે તે બનારસના એક એનજીઓને દાન કરી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
