• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીન પર કેવી રીતે કામ કરે છે ભાજપના ‘આઈટી યોદ્ધા'?, જાણો

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ગુરુવારે પહેલા તબક્કામાં મત આપવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપના એક લોકલ વર્કરની સોશિયલ મીડિયા પર એક્ટિવિટી ચર્ચાનો વિષય બનેલો છે. 36 વર્ષના દીપક દાસ જ્યાં પણ રહે છે તેમની આંખો તેમના બે સેલ ફોનની આસપાસ જ ફરતી રહે છે. એટલુ જ નહિ તે પાર્ટી માટે ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર સક્રિય રહે છે.

1,114 વૉટ્સએપ ગ્રપનો એક એડમિન

1,114 વૉટ્સએપ ગ્રપનો એક એડમિન

ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર કૂચ બિહારમાં ગોપાલપુર ગામમા એક નાની ફાર્મસી ચલાવનાર દીપક કહે છે કે તેમના જેવા કાર્યકર્તાઓના કારણે આજે પાર્ટી ત્યાંના જમીની મતદારો સુધી પહોંચી શકી છે. તેમના જણાવ્યા અનુસાર તેમના જેવા ઘણા વિસ્તારોમાં ‘સોશિયલ મીડિયા સાઈલેન્ટ વેપન' નું કામ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે ટીએમસીના આતંક અને દબદબાના કારણે ભાજપ માટે વ્યક્તિગત રીતે કેમ્પેઈન કરવુ સંભવ નથી. દાસ પોતાના વિશે સૌથી મોટો ખુલાસો કરતા જણાવે છે કે, ‘આઈટી યોદ્ધા' કૂચ બિહારમાં કી પ્લેયર છે, જ્યાં ગુરુવારે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. તે કહે છે - ‘હું પાર્ટીના જિલ્લા આઈટી સેલનો કન્વિનર છુ. અહીં મે 1,114 વૉટ્સએપ ગ્રુપનો એડમિન છુ. હું પાર્ટીના ફેસબુક પેજનો જોઉ છુ અને ટ્વિટ ટ્રેંડ્સ ઓર્ગેનાઈઝ કરુ છુ.' તેમની પાસે એક નંબર પર 229 વૉટ્સએપ ગ્રુપ છે અને બીજા પર 885. દરેક ગ્રુપ પર કમસે કમ 30 અને વધુમાં વધુ 250 લોકો છે. લોકોના ગ્રુપ છોડવા અને જોડાવાના કારણે રોજેરોજ નંબર બદલાતા રહે છે. તેમની પાસે સવારે 6 વાગ્યાથી એક મિનિટની પર ફૂરસદ હોતી નથી. પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકવાળા દિવસે તેમણે સતત 24 કલાક કામ કર્યુ હતુ.

40 લોકોની ટીમના બૉસ

40 લોકોની ટીમના બૉસ

5 વર્ષની દીકરીના પિતા દાસના જણાવ્યા મુજબ તેમણે કોલકત્તાં ભાજપના પ્રદેશ આઈટી સેલને સોશિયલ મીડિયાની ટ્રેનિંગ આપી છે. હાવડામાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે એક સેશનમાં પણ તે ભાગ લઈ ચૂક્યા છે. તેમના જણાવ્યા અનુસાર જ તે લોકોને આઈટી યોદ્ધા કહીને બોલાવે છે અને તેમણે જ સોશિયલ મીડિયા માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સની લિસ્ટ આપેલી છે. લોકોના નંબર જોડવા વિશે તેમનુ કહેવુ છે કે શરૂઆતમાં તેમણે પાર્ટી અને સરકાર વિશે વાત કરવા માટે ડોર ટુ ડોર કેમ્પેઈન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે દરેક પરિવાર પાસેથી સ્માર્ટફોન્સ નંબર માંગી લીધા હતા. આ ઉપરાંત પાર્ટીની મેમ્બરશીપ કેમ્પેઈન દરમિયાન પણ નંબર મળી ગયા. દાસ નરેન્દ્ર મોદી માટે 2014માં ભાજપમાં શામેલ થયા અને પાર્ટીએ તેમને બ્લોક સચિવ બનાવી દીધા. 2015 માં એન્ડ્રોઈડ ફોન ખરીદ્યા બાદથી જ તે સોશિયલ મીડિયા પર ભાજપનું કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ વર્ષે પાર્ટીએ તેમને 10,000 રૂપિયાનો સેલફોન અને પોર્ટેબલ ચાર્જર ખરીદી આપ્યુ છે અને હવે પાર્ટી તેમનો પ્રવાસ ખર્ચ પણ ચૂકવવા લાગી છે. તે 12માં સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે પરંતુ તેમણે આર્થિક તંગીના કારણે અભ્યાસ વચમાં જ છોડવો પડ્યો. આજે કૂચ બિહારમાં તે 40 લોકોની સોશિયલ મીડિયા ટીમને હેડ કરી રહ્યા છે. તેમની ટીમ સેલફોન અને ડીએસએલઆરા કેમેરાથી લેસ છે.

‘આઈટી યોદ્ધા'નો અસલી પડકાર

‘આઈટી યોદ્ધા'નો અસલી પડકાર

વર્તમાનપત્રના જણાવ્યા અનુસાર દાસ એ પણ માને છે કે ટીએમસીના ગ્રુપમાં ગાબડુ પાડવા માટે ફેક અકાઉન્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમની સફાઈ છે કે, ‘તૃણમૂલ પાસે આ ફેક અકાઉન્ટ્સ વધુ છે. મારા અને મારા સાથીઓ પાસે અસલી અકાઉન્ટ્સ છે. અમુક લોકો છે જેનાથી લાગે છે કે તે ટીએમસી સમર્થક છે. તે જુએ છે કે ટીએમસીની ટીમ શું કરી રહી છે અને અમને જણાવે છે. તે પોતાના ગ્રુપમાં ટીએમસીની ટીકા પણ કરે છે. ટીએમસી અમારી સાથે પણ આવુ કરે છે.' તે જણાવે છે કે તેમનું નેટવર્ક બહુ મોટુ છે. તે દરેક જગ્યાએ નજર રાખે છે અને વિરોધી દળના નેતાઓ અને કાર્યકર્તાઓના સ્કેન્ડલ સાથે જોડાયેલા ફોટો અને વીડિયો અમને મોકલતા રહે છે. હમણા હાલમાં જ એક વિરોધી દળના નેતાનો કમ્પ્રોમાઈઝીંગ પોઝીશનવાળો ફોટો કોઈએ પોસ્ટ કર્યો હતો. અમે તરત જ તેને વાયરલ કરી દીધો. તેમના અનુસાર ફેસબુક પર લોકોને જોડવા માટે તેમણે ન્યૂઝ પણ મૂકવા પડે છે અને ડિબેટમાં પણ ભાગ લેવો પડે છે. ત્યારે લોકો જોડાય છે. વચ્ચે વચ્ચે પાર્ટીના મેસેજ પણ મૂકતા રહીએ છીએ. પરંતુ તેમની મુશ્કેલી એ છે કે ઘણી વાર સોશિયલ મીડિયા પર અને ઘણી વાર શૉપ પર પણ વિરોધીઓએ તેમને નિશાન બનાવ્યા છે અને ધમકી પણ આપી છે. એટલા માટે બહુ લોકો સામે કામ નથી કરતા. ચૂંટણીના દિવસે તેમની ડ્યુટી વધી જાય છે અને તેમને બુથ પર થતી હિંસાના ફોટો ઉપર, ચૂંટણી કમિશન, પોલિસ અને મીડિયાને મોકલવા પડે છે.

આ પણ વાંચોઃ અમેઠીમાં રાહુલ ગાંધીના માથા પર 7 વાર લેઝરથી ટાર્ગેટ કરાયુ, સ્નીપર રાઈફલની શંકાઆ પણ વાંચોઃ અમેઠીમાં રાહુલ ગાંધીના માથા પર 7 વાર લેઝરથી ટાર્ગેટ કરાયુ, સ્નીપર રાઈફલની શંકા

English summary
Cooch Behar:BJP’s social media boss juggles 1,114 WhatsApp groups
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X