For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે સ્ટેશન પર ફ્રી વાયફાયથી કુલીએ વાંચીને પાસ કરી લોકસેવા આયોગની પરીક્ષા

જો તમે કોઈ કામ કરવાનો નિર્ણય કરી લો તો પછી જીવનમાં કોઈ મુશ્કેલી તેને તે સ્થાન મેળવવાથી રોકી શકતી નથી. આનુ જીવંત ઉદાહરણ કેરલના એર્નાકુલમ રેલવે સ્ટેશન પર જોવા મળ્યુ.

|
Google Oneindia Gujarati News

જો તમે કોઈ કામ કરવાનો નિર્ણય કરી લો તો પછી જીવનમાં કોઈ મુશ્કેલી તેને તે સ્થાન મેળવવાથી રોકી શકતી નથી. આનુ જીવંત ઉદાહરણ કેરલના એર્નાકુલમ રેલવે સ્ટેશન પર જોવા મળ્યુ. અહીં કામ કરતાં એક કુલીએ પ્રદેશ લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી છે. સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાયફાયની સુવિધાની મદદથી કુલી શ્રીનાથ કે. એ વાંચન કર્યુ અને પરીક્ષામાં સફળતા મેળવી.

પાસ કરી લેખિત પરીક્ષા ઈન્ટરવ્યૂ બાકી

પાસ કરી લેખિત પરીક્ષા ઈન્ટરવ્યૂ બાકી

કેરલના મુન્નારના રહેવાસી શ્રીનાથ કે. એર્નાકુલમ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરે છે. જો તેમની મહેનતે આગળ પણ સાથ આપ્યો તો જલ્દી તે કેરલમાં અધિકારી બની જશે. શ્રીનાથે કેરલ લોકસેવા આયોગની લેખિત પરીક્ષા પાસ કરી લીધી છે અને જો ઈન્ટરવ્યૂ પણ ક્લીયર થઈ જાય તો તેને ભૂ-રાજસ્વ વિભાગમાં ગ્રામ સહાયકની નોકરી મળી જશે. શ્રીનાથની અહીં સુધી પહોંચવાની આખી કહાની ખૂબ મહેનતવાળી અને પ્રેરણાદાયક છે.

કામ કરતા કરતા સાંભળતા શિક્ષકોના લેક્ચર

કામ કરતા કરતા સાંભળતા શિક્ષકોના લેક્ચર

શ્રીનાથે આ પરીક્ષા ઈન્ટરનેટની મદદથી પાસ કરી છે. તેણે રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાયફાય સેવાનો ભરપૂર ઉપયોગ કર્યો અને તેના દમ પર પોતાની પરીક્ષા પણ પાસ કરી. દિવસે કુલીની નોકરી કરતા શ્રીનાથ પાસે વાંચન માટે વધુ સમય નહોતો. તે વાંચન સંબંધિત લેક્ચર ફોન પર કામ કરતા કરતાં સાંભળતા. ત્યારબાદ પોતાની કુલીની નોકરી કરવા લાગી જતા. જ્યારે કોઈ સમસ્યા આવતી તો શિક્ષકો સાથે પણ વાત કરી લેતા.

મગજમાં ઉકેલી દેતા સવાલ

મગજમાં ઉકેલી દેતા સવાલ

શ્રીનાથે જણાવ્યુ કે આ પહેલા તે ત્રણ વાર પરીક્ષામાં બેસી ચૂક્યા છે પરંતુ સ્ટેશનના વાયફાયનો ઉપયોગ પહેલી વાર કર્યો. તેમણે કહ્યુ, "હું ઈયરફોન લગાવીને વાંચન સંબંધિત વસ્તુઓ પોતોના ફોનમાં સાંભળતો. ત્યારબાદ સામાન લઈ જતી વખતે સવાલોને મગજમાં જ ઉકેલવાની કોશિશ કરતો. આ રીતે કામની સાથે સાથે વાંચન કરી શક્યો." શ્રીનાથે જણાવ્યુ કે, "ત્યારબાદ તે આખી રાત આખો દિવસ વાંચેલી વસ્તુઓનું રિવિઝન કરતો."

English summary
coolie kerala studied with the help railway station wifi passed state public service commission exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X