For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM કેર્સ ફંડ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, પૂછ્યુ - આમાં પારદર્શિતા કેમ નથી?

કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી કેર્સ ટ્રસ્ટ ફંડ બનાવવા અંગે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી કેર્સ ટ્રસ્ટ ફંડ બનાવવા અંગે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ તરફથી મુખ્ય રીતે બે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પહેલો સવાલ એ છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહતકોષ હોવા છતાં અલગથી નવુ ટ્રસ્ટ કેમ બનાવવામાં આવ્યુ. વળી, બીજો સવાલ એ છે કે નવા ટ્રસ્ટમાં પારદર્શિતા કેમ નથી જેનાથી દેશના નાગરિકોને ખબર પડે કે તેમના પૈસા કેવી રીતે ખર્ચ થઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુર અને પ્રવકતા ગૌરવ વલ્લભે આ સવાલ ઉઠાવ્યા છે.

થરુરે કર્યુ ટ્વિટ

થરુરે કર્યુ ટ્વિટ

કોંગ્રેસ સાંસદ થરુરે ટ્વિટર પર લખ્યુ છે, PMNRFનું નામ જ PM-CARES કરી દો. એક્રૉનિમ્સ પ્રત્યે પીએમની દીવાનગીને જોતા આમ બરાબર રહેતુ. આના બદલે એક નવા ટ્રસ્ટની રચના કરી લેવામાં આવી, જેના નિયમો અને ખર્ચાઓમાં પારદર્શિતાઓનો ઘોર અભાવ છે. સાથે જ એક ગ્રાફ પણ થરુરે શેર કર્યો છે, જેમાં PMNRFના ખર્ચા વિશે જણાવવામાં આવ્યુ છે.

ગૌરવ વલ્લભે પણ ઉઠાવ્યા સવાલ

ગૌરવ વલ્લભે પણ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભે કહ્યુ કે પીએમ રાષ્ટ્રીય રાહત કોષમાં 3800 કરોડ કોઈ ઉપયોગ વિના પડ્યા છે. એવામાં પીએમ કેર્સ ફંડ બનાવવાની શું જરૂર હતી? શું પીએમ કેર્સ ફંડ એક ટ્રસ્ટ છે? શું આમાં ડોનેટ કરનારને ટેક્સ રિલીફ મળશે? આ વાતોનો જવાબ કેમ આપવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ લખ્યુ

સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ લખ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ દ્વારા અપીલ કરીને કહ્યુ હતુ કે કોવિડ-19 જેવી ઈમરજન્સી સ્થિતિ સામે લડવા માટે પ્રધાનમંત્રી નાગરિક મદદ અને ઈમરજન્સી રાહતકોષ (પીએમ કેર્સ ફંડ)ની સ્થાપના કરવામાં આવી રહી છે અને લોકો તેમાં દાન કરો. ઘણી મોટી સંખ્યામાં લોકો દાન કરી રહ્યા છે. વળી, એ અંગે પણ સવાલ ઉઠાવવવામાં આવી રહ્યા છે કારણકે આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે જેના નિયમો અને ખર્ચાઓ વિશે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. પૂછવામાં આવી રહ્યુ છે કે જ્યારે વર્ષોથી સરકારી રિલીફ ફંડ કે પ્રધાનમંત્રી રાહત કોષ છે તો પછી એક નવુ ફંડ કેમ બનાવવામાં આવ્યુ? સોશિયલ મીડિયા પર એ સવાલ પણ પૂછવામાં આવી રહ્યા છે કે પીએમ કેર્સ ફંડ કૈગનીની પરિધિથી બહાર હશે જેના કારણે કોષમાંથી કરાયેલ ખર્ચ અને તેના ઉપયોગ પર કોઈની નજર નહિ રહે.

આ પણ વાંચોઃ મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠકઆ પણ વાંચોઃ મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠક

English summary
coroanavirus congress shashi tharoor over pm cares fund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X