દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85 લાખને પાર, ગત 24 કલાકમાં 45,674 નવા કેસ સામે આવ્યા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85 લાખને પાર, ગત 24 કલાકમાં 45,674 નવા કેસ સામે આવ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, દેશમાં કોવિડ 19 સંક્રમિતોનો આંકડો 85 લાખને પાર પહોંચી ગયો છે, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં કોરોના વાયરસના 45 હજાર 674 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 559 લોકોના મોત થયાં છે, આ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 85,07,754 થઈ ગઈ છે, જેમાં 5 લાખ 12 હજાર 665 એક્ટિવ કેસ છે અને 78,68,968 લોકો ઠીક થઈ હોસ્પિટલેથી ઘરે પહોંચી ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 26 હજાર 121 થઈ ગઈ છે.

coronavirus

ICMRએ કહ્યું કે ભારતમાં 7 નવેમ્બર સુધી કોરોનાના 117736791 કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી 11,94,487 સેમ્પલ શનિવારે ટેસ્ટ થયાં. હાલ કોરોના વાયરસથી લડી રહેલ ભારતને તેની વેક્સીનનો ઈંતેજાર છે. એવા સમાચાર છે કે કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં તૈયાર થઈ રહેલી સ્વદેશી વેક્સીન Covaxin આગામી વર્ષે એટલે કે 2021માં જૂન સુધી લૉન્ચ થઈ જશે. આ વેક્સીનના બીજા તબક્કાનું ટ્રાયલ પૂરું થયા બાદ હાલમાં જ ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે.

દિલ્હી સરકારે આ કામ કર્યું

જ્યારે ફરી એકવાર દિલ્હીમાં કોરોના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, જેણે સરકાર અને દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે. ઉપરથી બદલી રહેલા વાતાવરણ અને પ્રદૂષણની સમસ્યા કોરોનાના કેસને વધારવાનું કામ કરી રહ્યા છે. માટે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શનિવારે જણાવ્યું કે દિલ્હી સરકારના હોસ્પિટલોમાં 500 અને ખાનગી હોસ્પિટલોમાં 685 કોવિડ બેડ વધારવામાં આવ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X