For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસમાં 43 ટકાનો વધારો, 24 કલાકમાં ઓમિક્રોનના 961 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કેસમાં 43 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે ડેટા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 13,154 નવા કેસ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોરોના વાયરસના દૈનિક આંકડા હવે ડરાવવા લાગ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કેસમાં 43 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ગુરુવારના રોજ ડેટા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 13,154 નવા દર્દીઓ મળી આવ્યા છે.

આના એક દિવસ પહેલા બુધવારના રોજ કોરોનાના દર્દીઓની દૈનિક સંખ્યા 9,195 હતી. આ સિવાય સતત બીજા દિવસે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને છેલ્લા એક દિવસમાં માત્ર 7,486 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટમાં ઘટાડો થવાને કારણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 82,402 થઈ ગયા છે.

ઓમિક્રોન વેરિઅન્ટના 961 કેસ નોંધાયા

ઓમિક્રોન વેરિઅન્ટના 961 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 961 દર્દીઓ મળી આવ્યા છે. દેશની રાજધાની દિલ્હી ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં ટોચ પર છે, જ્યાં આ સંખ્યા 263 પર પહોંચી ગઈ છે.

આ સિવાય મહારાષ્ટ્ર દેશનું બીજું રાજ્ય છે, જ્યાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 252દર્દીઓ મળી આવ્યા છે.

દિલ્હીમાં કુલ કેસમાંથી 46 ટકા ઓમિક્રોન

દિલ્હીમાં કુલ કેસમાંથી 46 ટકા ઓમિક્રોન

આવા સમયે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજધાનીમાં મળી આવેલા કોરોના વાયરસના નવા કેસમાં 46 ટકા ઓમિક્રોનવેરિઅન્ટથી સંક્રમિત છે.

આ સિવાય સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી સંક્રમિત ઘણા દર્દીઓ પણ મળી આવ્યા છે, જેમની પાસે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેનોસીધો અર્થ એ છે કે, ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.

દેશના કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા દર્દીઓ છે?

દેશના કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા દર્દીઓ છે?

અત્યાર સુધી દિલ્હી - 263, મહારાષ્ટ્ર - 252, ગુજરાત - 97, રાજસ્થાન - 69, કેરળ - 65, તેલંગાણા - 62, તમિલનાડુ - 45, કર્ણાટક - 34, આંધ્ર પ્રદેશ - 16, હરિયાણા- 12, પશ્ચિમ બંગાળ - 11, મધ્ય પ્રદેશ - 9, ઓડિશા - 9, ઉત્તરાખંડ - 4, ચંદીગઢ - 3, જમ્મુ કાશ્મીર - 3, ઉત્તર પ્રદેશ - 2, ગોવા - 1, હિમાચલ પ્રદેશ - 1, લદ્દાખ - 1,મણિપુર - 1 અને પંજાબ - 1 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

English summary
Corona cases increased by 43 per cent, with 961 cases of Omicron reported in 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X