For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોનાનો વિસ્ફોટ, 24 કલાકમાં 19, 459 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનો વિસ્ફોટ, 24 કલાકમાં 19, 459 નવા કેસ નોંધાયા

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનમાં જેમ જેમ રાહત મળતી જાય છે તેમ તેમ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19459 નવા કેસ નોંધાયા છે, શનિવારે 20 હજારની આસપાસ નવા કેસ નોંધાયા હતા. આમ છેલ્લા 6 દિવસમાં ભારતમાં કુલ 1.1 લાખથી વધુ કોરોના સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. રવિવાર 384 લોકોના મોત સાથે કોરોનાથી મરનાર દર્દીઓની સંખ્યા વધીને 16468 થઇ ગઇ છે. માહિતી મુજબ ભારતમા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 5, 49, 106 નોંધાણી છે. એક્ટિવ કેસની સંખ્યા 2.1 લાખ અને સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા 3.2 લાખ છે.

ભારતમાં કોરોનાનો વિસ્ફોટ

ભારતમાં કોરોનાનો વિસ્ફોટ

મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી બાદ કર્ણાટક ચોથું રાજ્ય બન્યું જ્યાં એક દિવસમાં 1000થી વધુ કેસ નોંધાયા હોય. કર્ણાટકમાં છલ્લા 24 કલાકમાં કુલ 1267 નવા કેસ નોંધાયા છે જેમાંથી 783 કેસ એકલા બેંગ્લોરમા નોંધાયા છે. તમિલનાડુમાં પણ સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં 4000 જેટલા નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 5000 નવા કેસ

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 5000 નવા કેસ

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 5000 નવા કેસ નોંધાયા છે. શનિવારે મહારાષ્ટ્રમાં 6368 નવા કેસ નોંધાયા હતા અને રવિવારે 5493 નવા કેસ નોંધાયા છ. મહારાષ્ટ્રમાં 156 મૃત્યુ સાથે કોરોના સંક્રમિતોના મોતનો આંકડો 7429 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1, 64, 626 કેસ નોંધાયા છે, જે દેશભરના કોરોના કેસના 30 ટકા જેટલા છે.

ગુજરાતમાં 624 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 624 નવા કેસ નોંધાયા

આ દરમિયાન ગુજરાતમાં રવિવારે સાંજે 5 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 624 કોવિડ 19 કેસ નોંધાયા છે, જેનો ઉમેરો કર્યા બાદ ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 31, 397 પર પહોંચી ગયો છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે ગુજરાતમાં 600થી વધુ કેસ નંધાયા હોય. ગુજરાતમાં પણ મોટાભાગના કેસ અમદાવાદથી નોંધાયા છે.

Amazon 12 ધોરણ પાસ 20 હજાર લોકોને નોકરી આપશે, ઘરેથી કામ કરવાની સુવિધા મળશેAmazon 12 ધોરણ પાસ 20 હજાર લોકોને નોકરી આપશે, ઘરેથી કામ કરવાની સુવિધા મળશે

English summary
Corona eruption in India, 19,459 new cases reported in 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X