દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ તોડ 20,000 મામલા, મહારાષ્ટ્રમાં 63700 કેસ

દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ તોડ 20,000 મામલા, મહારાષ્ટ્રમાં 63700 કેસ

દિલ્હીમાં કોરોનાવાયરસના અત્યાર સુધીના મામલામાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. રાજધાનીમાં શુક્રાવેર જાહેર કરાયેલા આંકડાઓ મુજબ 20 હજાર કોરોનાના નવા મામલા સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં 19486 નવા મામલા સામે આવ્યા છે, જે એક દિવસમાં સામે આવેલ મામલામાં અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે આ દરમ્યાન 141 દર્દીનાં મોત થયાં છે. દિલ્હીમાં પહેલીવાર એક દિવસમાં આટલા કોવિડ 19 દર્દીઓનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ 20 ટકા રહ્યો. એક્ટિવ મામલા 61000ને પાર થઈ ચૂક્યો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

coronavirus

પાછલા 24 કલાકમાં 12649 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 7,30,825 દર્દી ઠીક થઈ ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 11793 કોરોના સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે. દિલ્હીમાં 61005 એક્ટિવ કેસ છે. પાછલા 24 કલાકમાં 98957 ટેસ્ટ થયા. દિલ્હીનો રિકવરી રેટ 90.94 ટકા છે. 7.59 ટકા એક્ટિવ કેસ છે. રાજધાનીનો ડેથ રેટ 1.47 ટકા છે. પોઝિટિવિટી રેટ 19.69 ટકા છે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પણ આજે 63700 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાના કેસમાં આ સૌથી મોટો વધારો એવા સમયે આવ્યો જ્યારે વીકેંડ કર્ફ્યૂની આજે રાતે શરૂઆત થઈ રહી છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના મામલાની આ ભયાનક તસવીર એવા સમયે સામે આવી છે જ્યારે દેશમાં શુક્રવારે 16 એપ્રિલે રેકોર્ડ 2 લાખ 17 હજારથી વધુ કોવિડના નવા દર્દી સામે આવ્યા છે. સતત બીજા દિવસે દેશમાં બે લાખથી વધુ કેસ મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X