Corona Update: 50 દિવસમાં સૌથી ઓછા 1.52 લાખ કોરોના કેસ, મોતનો આંકડો હજુ પણ 3 હજારને પાર
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે દૈનિક આંકડાની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે દૈનિક આંકડાની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વળી, છેલ્લા અમુક દિવસોથી રોજ થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો આવ્યા છે પરંતુ આંકડા હજુ પણ 3 હજારને પાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ભારતમાં આજે(31 મે) 50 દિવસોમાં સૌથી ઓછા 1.52 લાખ કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 88,416નો ઘટાડો થયો છે. સોમવારે(31 મે)એ ભારતમાં કોરોના વાયરસના 1,52,734 નવા કેસ સામે આવ્યા છે અને 3128 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 2,38,022 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે.

કોરોનાથી અત્યાર સુધી 3.29 લાખ લોકોના થયા મોત
દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,29,100 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, સક્રિય કેસોની સંખ્યા 20,26,092 છે. વળી, 2,56,92,342 લોકો કોરોનાથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દેશમાં કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 2,80,47,534 થઈ ગઈ છે.
દેશમાં અત્યાર સુધી 21,31,54,129 લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાથી રિકવર થવાનો દર એટલે કે રિકવરી રેટ વધીને 91.60 ટકા થઈ ગયો છે.
વળી, સાપ્તાહિક પૉઝિટિવીટી રેટ 9.04 ટકા છે અને દૈનિક પૉઝિટિવિટી રેટ 9.07 ટકા છે. સતત 7 દિવસથી પૉઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) મુજબ ભારતમાં અત્યાર સુધી 34,48,66,883 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. વળી, છેલ્લા એક દિવસમાં એટલે કે 30 મે 16,83,135 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
