Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41157 નવા કેસ આવ્યા સામે, રિકવરી રેટ થયો 97.31%
દેશમાં કોરોનાની ગતિ પહેલા કરતા થોડી ધીમી પડી છે પરંતુ તેનો પ્રકોપ હજુ ઘટ્યો નથી. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની ગતિ પહેલા કરતા થોડી ધીમી પડી છે પરંતુ તેનો પ્રકોપ હજુ ઘટ્યો નથી. રવિવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 41,157 નવા કેસ સામે આવ્યા છે અને 518 લોકોના મોત થયા છે. નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 4,22,660 થઈ ગઈ છે અને મોતનો આંકડો 4,13,609 સુધી પહોંચી ગયો છે.

કેસ ઘટ્યા હોય પરંતુ હજુ પણ બધાએ સતર્ક રહેવાની જરૂર
છેલ્લા 24 કલાક દરમિયાન 42,004 લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે ત્યારબાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,02,69,796 થઈ ગઈ છે. વળી, દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 40,49,31,715 થઈ ગયો છે. દેશમાં છેલ્લા 2 કલાકમાં કોરોના વાયરસની 51,01,567 વેક્સીન લગાવવામાં આવી છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 2.13% થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે દૈનિક પૉઝિટિવિટી રેટ સતત 27 દિવસથી 3%થી ઓછો છે જ્યારે રિકવરી રેટ વધીને 97.31% થઈ ગયો છે. દેશમાં ભલે કોરોના વાયરસના કેસ ઘટ્યા હોય પરંતુ હજુ પણ બધાએ સતર્ક રહેવાની જરૂર છે.

સરોજિની નગર એક્સપોર્ટ માર્કેટ સીલ
એઈમ્સના પ્રમુખે શનિવારે એ ચેતવણી આપી છે કે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર 'Inevitable' છે અને તે આવતા મહિને દેશમાં આવી શકે છે માટે બધાએ ઘણા સાવચેત રહેવાની જરૂર છે કારણકે થોડી પણ બેદરકારી ફરીથી ભયાનક રૂપ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે સતત ચેતવણી છતાં પણ લોકો નિયમો અને પ્રોટોકૉની અનદેખી કરી રહ્યા છે. દિલ્લીના સરોજિની નગર એક્સપોર્ટ માર્કેટમાં વધતી ભીડને જોતા પ્રશાસને દિલ્લીના જાણીતા સરોજિની નગર એક્સપોર્ટ માર્કેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ ક્યાં સુધી રહેશે તે અંગે કંઈ પણ કહેવામાં આવ્યુ નથી. આ પહેલા જનપથ માર્કેટને સીલ કરવામાં આવ્યુ હતુ.

એક વાર ફરીથી સ્થિતિ ભયાનક થઈ શકે છે
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનથને પણ કહ્યુ હતુ કે દુનિયાભરમાં રસીકરણની ધીમી ગતિ અને ડેલ્ટા વેરિઅન્ટના પ્રસારના કારણે મોટાભાગના દેશોમાં કોરોનાના નવા કેસ ફરીથી વધી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે દુનિયામાં કોરોના કેસોમાં વધારો થવાના કારણે ડેલ્ટા વેરિઅંટ, સોશિયલ ડિસ્ટંસીંગનુ ઉલ્લંઘન, લૉકડાઉનમાં ઢીલાશ અને વેક્સીનેશનની ગતિમાં આવેલી કમી છે. આના પર સૌએ ધ્યાન આપવાની જરૂર છે નહિતર એક વાર ફરીથી સ્થિતિ ભયાનક થઈ શકે છે. બધાના દિમાગમાં એ વાત રહેવી જોઈએ કે કોરોના વાયરસ ખતમ નથી થયો, બધાએ સાવચેત રહેવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
