For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનેશન અંગેના સવાલોના આરોગ્ય મંત્રીએ આપ્યા જવાબ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કરી અપીલ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રસીકરણ સાથે જોડાયેલ બધા સવાલોના જવાબ ટ્વિટ દ્વારા આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખા દેશમાં આજે(1 એપ્રિલ)થી કોરોના વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. રસીકરણના ત્રીજા તબક્કા હેઠળ 45 વર્ષની વયથી વધુ ઉંમરના લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 1977 સુધી જન્મેલા બધા લોકો કોવિડ-19 વેક્સીન મૂકાવી શકે છે. હવે વેક્સીન લેતા પહેલા સર્ટિફિકેટ બનાવવાની પણ જરૂર નહિ રહે. વળી, લોકોને હજુ પણ વેક્સીનેશનની પ્રોસેસ માટે અમુક સવાલ હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રસીકરણ સાથે જોડાયેલ બધા સવાલોના જવાબ ટ્વિટ દ્વારા આપ્યા છે.

vaccination

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે ક્યારે, ક્યાં અને કેવી રીતે 45થી વધુ ઉંમરના લોકોનુ વેક્સીનેશન થશે. મંત્રીએ રસીકરણ સાથે જોડાયેલી માહિતી શેર કરીને જણાવ્યુ કે સૌથી પહેલા વેક્સીન માટે https://www.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્યારબાદ વ્યક્તિ પાસે નજીકના રસીકરણ કેન્દ્ર પર ઓળખ કરવાની રહેશે એટલે કે અહીં તમને પોતાના ઘરની પાસે સરળતાથી રસી ઉપલબ્ધ થઈ શકશે. પછી આધાર/મોબાઈલ નંબર/અન્ય આઈડીથી રજિસ્ટર કરાવવાનુ રહેશે. પછી રજિસ્ટ્રેશન થયા બાદ વેક્સીનેશન માટે સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

આ ઉપરાંત તેમણે એ પણ માહિતી શેર કરી છે કે તમે પોતાના આધાર કાર્ડના સરનામાથી અલગ કેન્દ્ર પર પણ વેક્સીન લઈ શકો છો. વળી, એ જરૂરી નથી કે જ્યાં પહેલો ડોઝ લીધો હોય, બીજો પણ એ જ કેન્દ્ર પર લેવામાં આવે. કોરોના વેક્સીન ક્યાંય પણ લઈ શકાય છે. આ ઉપરાંત તમે રસીકરણની ડેટમાં ફેરફાર કે તેને રદ પણ કરી શકો છો.
કોરોના વેક્સીનના ત્રીજા તબક્કા હેઠલ દેશની મોટી વસ્તીને જલ્દીમાં જલ્દી રસી લગાવવાનો સરકારનો હેતુ છે. આ પહેલા રસીકરણના બે તબક્કા હેઠલ અત્યાર સુધી દેશના 6 કરોડ 51 લાખથી વધુ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.

સેના માટે DRDOએ તૈયાર કર્યુ ઓછા વજનવાળુ બુલેટ પ્રૂફ જેકેટસેના માટે DRDOએ તૈયાર કર્યુ ઓછા વજનવાળુ બુલેટ પ્રૂફ જેકેટ

English summary
Corona Vaccination 3rd phase: Health minister harshvardhan registration vaccine for 45 year old people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X