Corona Vaccine: 4 કરોડ લોકોને સમયસર રસીનો બીજો ડોઝ મળ્યો જ નહીં!
દેશમાં સરકાર દ્વારા કોરોના રસીકરણ ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે અહેવાલ આપ્યો છે કે લગભગ 4 કરોડ લોકોને કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ નિયત સમયમાં મળ્યો નથી. કાર્યકર્તા રમણ શર્માએ આ અંગે કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માંગતી આરટીઆઈ અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સરકાર પર લોકોને રસી ન મળતી હોવાનો આરોપ લાગ્યો છે.
કોવિન પોર્ટલ પરના અહેવાલો અનુસાર કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ નિયત સમયમાં બીજો ડોઝ લેવો જરૂરી છે. રમણ શર્માને પૂરા પાડવામાં આવેલા આંકડા 17 ઓગસ્ટ 2021 સુધીના છે. સરકાર દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે જે લાભાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે તેમને નિયત સમયગાળામાં બીજો ડોઝ મળવો જોઈએ. પરંતુ ભારત સરકાર દ્વારા નિર્ધારિત સમયગાળામાં તેમની બીજો ડોઝ ન લેનારા લોકો માટે કોઈ ભલામણ નથી.
કોવિડ-19 સામે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ થયું, જ્યારે કોવિશિલ્ડ અને કોવાક્સિનને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI) તરફથી મંજૂરી મળી. ત્યારબાદ અન્ય ત્રણ રસીને પણ મંજૂરી આપવામાં આવી છે.