For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં આજથી થશે કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝની શરુઆત

ભારતમાં આજથી કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝની શરુઆત થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં આજથી કોરોના વાયરસ વેક્સીનના બૂસ્ટર ડોઝની શરુઆત થઈ રહી છે. દેશમાં આજથી 60 વર્ષથી વધુના વૃદ્ધો, આરોગ્યકર્મી અને ફ્રંટલાઈન વર્કર્સને વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. બૂસ્ટર ડોઝનુ ઑનલાઈન બુકિંગ શુક્રવારે જ કોવિન એપપર શરુ થઈ ગયુ હતુ. બૂસ્ટર ડોઝ માત્ર એ લોકોને જ લાગી શકે છે જેમણે બીજો વેક્સીનનો ડોઝ 9 મહિના પહેલા લગાવ્યો હોય. આરોગ્ય વિભાગે આ બૂસ્ટર ડોઝ વરિષ્ઠ નાગરિકો, હેલ્થ વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સને આપવાનો નિર્ણય કર્યો છે. જે વરિષ્ઠ નાગરિકોને શ્વાસ લેવાની સમસ્યા છે તેમણે બૂસ્ટર ડોઝ લગાવવા માટે કોઈ પણ સર્ટિફિકેટ બતાવવાની જરુર નહિ રહે.

vaccine

બૂસ્ટર ડોઝ લગાવવા માટે લોકોએ પોતાના કોરોના વાયરસ વેક્સીનના બીજા ડોઝનુ સર્ટિફિકેટ બતાવવુ પડશે. કોવિન એપ પર બીજી વેક્સીન લાગ્યા બાદ જે સર્ટિફિકેટ જાહેર કરવામાં આવે છે તેને બૂસ્ટર ડોઝ લગાવતી વખતે બતાવવુ અનિવાર્ય રહેશે. બૂસ્ટર ડોઝ ઑનલાઈન બુક કરાવવા સાથે સીધા વેક્સીન સેન્ટર પર જઈને પણ લગાવી શકાય છે. બૂસ્ટર ડોઝ લગાવ્યા બાદ તેનુ સર્ટિફિકેટ તમને કોવિન એપ પર જ મળી જશે જેના પર એ નોંધવામાં આવશે કે વ્યક્તિને બૂસ્ટર ડોઝ લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ ક એક કરોડથી વદુ આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર, 60 વર્ષથી વધુ લોકોને બૂસ્ટર ડોઝ લગાવવા માટે રિમાઈન્ડર મેસેજ મોકવામાં આવી ચૂક્યો છે.

આરોગ્યમંત્રીએ કહ્યુ કે સરકાર એ વાત સુનિશ્ચિત કરી રહી છે કે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા દેશની સુરક્ષાને આશ્વસ્ત કરી રહી છે. રિમાઈન્ડર મેસેજ એક કરોડથી વધુ લોકોને મોકલવામાં આવી ચૂક્યા છે. કોવિન એપ પર તમે ખુદથી પોતાની અપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે પણ કહ્યુ છે કે કોવેક્સીનનો ત્રીજો ડોઝ અસરકારક હશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે જે જવાન ચૂંટણીમાં તૈનાત કરવામાં આવશે તેમને ફ્રંટલાઈન વર્કર્સ તરીકે શામેલ કરવામાં આવ્યા છે, આ લોકોને વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. નોંધનીય વાત એ છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવામાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે વિધાનસભા ચૂંટણી થવાની છે જ્યારે પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

English summary
Corona vaccine booster dose administration begin from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X