કોરોના વાયરસના કેસ 51 લાખને પાર, 97894 નવા કેસ સામે આવ્યા
કોરોના વાયરસના કેસ 51 લાખને પાર, 97894 નવા કેસ સામે આવ્યા
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર ભારતમાં સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી દેશના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધીમાં 51 લાખથી વધુ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે પાછલા 24 કલાકમાં દેશમા કોરોના વાયરસ સંક્રમણના 97894 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ કુલ કેસ વધીને 51,18,254 થઈ ગયા છે. જ્યારે પાછલા એક દિવસમા કોરોના વાયરસના કારણે 1132 લોકોના જીવ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોરોનાને કારણે અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં 83198 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

જો કે સતત વધી રહેલા મામલાની વચ્ચે કોરોના વાયરસના દર્દીનો રિકવરી રેટ પણ તેજીથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં કુલ 40,25,080 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જે બાદ એક્ટિવ મામલાની સંખ્યા હાલ 10,09,976 છે. જ્યારે સંક્રમણ રોકવા માટે દેશમા કોરોના વાયરસ ટેસ્ટિંગની ગતિ પણ વધી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ગુરુવારે જણાવ્યું કે 16 સપ્ટેમ્બર 2020 સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 6,05,65,728 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે, જેમાંથી 11,36,613 સેમ્પલ એક દિવસમાં જ ટેસ્ટ કરાયા છે.












Click it and Unblock the Notifications
