Fact Check: ગરમ પાણીની વરાળથી નથી મરતો કોરોના વાયરસ, સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યુ છે જૂઠ

દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયા પર આના ઈલાજના વિચિત્ર નુસ્ખા વાયરલ થઈ રહ્યા છે.

વિશ્વને પોતાની ચપેટમાં લઈ ચૂકેલ કોરોના વાયરસ હવે ભારતમાં પણ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. જેમ જેમ દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયા પર આના ઈલાજના વિચિત્ર નુસ્ખા વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક દાવો અત્યારે ઈન્ટરનેટ પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે, આમાં કહેવામાં આવી રહ્યુ છે કે જો તમે રોજ ગરમ પાણીની વરાળ શ્વાસ દ્વારા અંદર લેશો તો કોરોના વાયરસનુ સંક્રમણ સંપૂર્ણપણે ઠીક થઈ જાય છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

hot water

ઉલ્લેખનીય છે કે દુનિયાના વૈજ્ઞાનિક અત્યારે કોરોના વાયરસની વેક્સીન શોધવામાં લાગેલા છે પરંતુ અત્યાર સુધી તેમને આ દિશામા કોઈ સફળતા મળી નથી. ભારતના વૈજ્ઞાનિક પણ આ દિશામાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે જેથી વહેલી તકે આ વાયરસના પ્રકોપને ઘટાડી શકાય. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એકમેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે એક ચીની વિશેષજ્ઞએ બધાને આશ્વાસન આપ્યુ છે કે ગરમ પાણીની વરાળને શ્વાસમાં લેવાથી કોરોના વાયરસને 100 ટકા મરે છે. અહીં સુધી કે જો વાયરસ નાક, ગળા કે ફેફસામાં પ્રવેશ કરી ગયો હોય તો આ ઉપચાર તેમાં પણ મદદ કરશે. વાયરલ સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ ગરમ પાણીની વરાળને સહન નથી કરી શકતો અને મરી જાય છે. મેસેજને પરિવાર અને દોસ્તોમાં ફૉરવર્ડ કરવાનુ કહેવામાં આવ્યુ છે.

સૌથી પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોરોના વાયરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ વેક્સીન મળી નથી. બીજી એ કે કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી જે એ સાબિત કરે કે ગરમ પાણીની વરાળમાં રહેવાથી કોરોના વાયરસનુ મૃત્યુ થઈ જશે. સોશિયલ મીડિયા પર આવો સંદેશ ફેલાવાના બદલે તમારે એ શેર કરવુ જોઈએ કે વર્તમાનમાં સામાજિક અંતર, સ્વચ્છતા અને પોતાના હાથોને નિયમિત રીતે ધોવા કોરોના વાયરસ સામે લડવાની સૌથી પ્રભાવી રીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X