For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : ડેલ્ટા વેરિઅન્ટનું AY.12 વર્ઝન કેટલુ ખતરનાક?

કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.સતત નવા સ્વરૂપ સામે આવી રહ્યાં છે. હવે વૈજ્ઞાનિકોએ ડેલ્ટા વેરિઅન્ટનું AY.12 વર્ઝન શોધ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.સતત નવા સ્વરૂપ સામે આવી રહ્યાં છે. હવે વૈજ્ઞાનિકોએ ડેલ્ટા વેરિઅન્ટનું AY.12 વર્ઝન શોધ્યુ છે. નિષ્ણાતોના મતે ડેલ્ટા વેરિઅન્ટનું આ વર્ઝન તાજેતરમાં ઇઝરાયલમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારા માટે જવાબદાર છે.

AY.12 વર્ઝન ભારત પહોંચ્યુ

AY.12 વર્ઝન ભારત પહોંચ્યુ

ડેલ્ટાનું આ વર્ઝન માત્ર ઇઝરાયેલમાં જ નહીં પણ ભારતમાં પણ પહોંચી ગયું છે અને દેશના ઘણા રાજ્યોમાં તેના કેસ નોંધાયા છે. વૈજ્ઞાનિકોએ ડેલ્ટા વેરિઅન્ટને 4 થી 13 વર્ઝન સુધી વિસ્તારીત કર્યુ છે, જેને ભારતમાં પાયમાલી સર્જી છે. તેમાં હવે નવુ વર્ઝન AY.12 ની ઓળખ કરવામાં આવી રહી છે. આ કોરોના વાયરસનું નવુ વર્ઝન જ હોય છે પરંતુ જુના વર્ઝનને મળતું હોવાથી તેની ઓળખ પેટા વર્ઝન તરીકે થાય છે. ભારતમાં કોરોના કેસ પર નજર રાખતા જીનોમ કોન્સોર્ટિયમે કહ્યું છે કે AY.12 ની વ્યાખ્યા હજુ સુધી સ્પષ્ટ નથી, તેથી તેનાથી સંબંધિત કેસોની અંતિમ સંખ્યા બહાર આવવામાં થોડો સમય લાગશે.

AY.12 શું છે?

AY.12 શું છે?

મૂળભૂત રીતે વાયરસનો વિકાસ એક જ રીતે થાય છે. જેમ જેમ વાયરસ શરીરમાં ફેલાય છે તેમ તે પોતાની નકલ બનાવે છે, પરંતુ કેટલીકવાર આ નકલ બનાવતી વખતે વાયરસ દ્વારા નાની ભૂલો થાય છે. જેમાંથી નવું વર્ઝન તૈયાર થાય છે. આ પ્રક્રિયાથી જ ડેલ્ટા વેરિઅન્ટના ઘણા પેટા વર્ઝન સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પણ આમાંથી એક છે અને તેમાં આવેલા પરિવર્તન ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યા છે. AY.12 પણ આનો જ એક ભાગ છે.

ઇઝરાયલમાં આ નવા ડેલ્ટા વર્ઝનને કારણે વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. ઇઝરાઇલે તેની પુખ્ત વસ્તીના 60 લોકોનું ટકા રસીકરણ કર્યું છે, પરંતુ હવે સામે આવ્યુ છે કે ફાઇઝર રસીની અસરકારકતા ક્લિનિકલ ટ્રાયલ્સ કરતા ઘણી ઓછી છે. જો કે ભારતમાં કોવિડ પર નજર રાખતા જીનોમ કોન્સોર્ટિયમે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે "એવાય 12 અલગ છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ઇઝરાયલમાં તેના ફેલાવાનો અર્થ એ છે કે તેની તપાસ થવી જોઈએ."

AY.12 અન્ય વર્ઝનથી કેટલું અલગ છે?

AY.12 અન્ય વર્ઝનથી કેટલું અલગ છે?

કોવિડ જીનોમ મુજબ, તે હજુ સુધી જાણી શકાયું નથી કે AY.12 તબીબી રીતે ડેલ્ટા વેરિઅન્ટથી અલગ છે કે કેમ? જો કે, AY.12 ડેલ્ટા વર્ઝનમાં એવા કોઈ મ્યૂટેશન નથી જોવા મળ્યા, આ પેટા વર્ઝનના સ્પાઇક પ્રોટીનમાં પણ કોઇ નવા પરિવર્તન જોવા મળ્યા નથી. ઇઝરાયેલની વાત કરીએ તો AY.12 સૌથી પ્રભાવી સ્ટેન છે. આ વેરિઅન્ટની અસર અભ્યાસ દરમિયાન 51 ટકા નમૂનાઓમાં જોવા મળી છે. રાજ્યોને આ વેરિઅન્ટ વિશે સાવચેત રહેવાનું કહેતા રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે "ડેલ્ટા સબફેમિલી AY.12 વર્ઝન ઘણા રાજ્યોમાં જોવા મળ્યુ છે, પરંતુ કેસોની સંખ્યાને વધુ પરીક્ષણની જરૂર છે. ડેલ્ટા વેરિઅન્ટ અને AY.12 ના અસરમાં તફાવતને હજી સુધી જાણી શકાયો નથી પરંતુ બંને એકબીજા નજીકના હોવાનું માનવામાં આવી છે.

ઇઝરાયલની સ્થિતિએ ચિંતા વધારી

ઇઝરાયલની સ્થિતિએ ચિંતા વધારી

રિપોર્ટ અનુસાર, AY.12 વર્ઝનની ઓળખ પ્રથમ 7 સપ્ટેમ્બર 2020 ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી 26 ઓગસ્ટ 2021 સુધીમાં AY.12 ના 44,083 સિક્વન્સ વિશ્વભરમાં નોંધાયા છે. જો કે, ઇઝરાયેલમાં વધતા જતા કેસો માટે જવાબદાર બન્યા બાદ વૈજ્ઞાનિકોના ધ્યાન પર આ વેરિઅન્ટ આવ્યું છે. ઇઝરાયલમાં કોરોના વાયરસના નવા પુષ્ટિ થયેલા કેસોનો દર છેલ્લા બે અઠવાડિયામાં બમણો થયો છે. આ સાથે ઇઝરાઇલમાં વાયરસની ચોથી લહેરનોનો ખતરો શરૂ થયો છે. કેસોમાં વધારો થતાં ઇઝરાયેલમાં ફરી એકવાર વ્યાપારી અને મનોરંજન સ્થળો પર ભીડ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે સરકાર નવા લોકડાઉન પર પણ વિચાર કરી રહી છે.

ફાઇઝરની રસી આ વર્ઝન સામે ફેલ?

ફાઇઝરની રસી આ વર્ઝન સામે ફેલ?

વૈજ્ઞાનિકોની ચિંતાનું બીજું મોટું કારણ એ છે કે ઇઝરાયલમાં મોટી સંખ્યામાં એ લોકો પણ સંક્રમિત થયા છે જેમણે કોરોના વાયરસની રસી લીધી છે. ફાઇઝરની રસી ઇઝરાયલમાં આપવામાં આવી હતી પરંતુ તેની અસરકારકતા આશ્ચર્યજનક રીતે ઘટી છે. ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂનના અંતમાં અને જુલાઇની શરૂઆતમાં ફાઇઝર રસીની અસરકારકતા ઘટીને 39 ટકા થઇ ગઇ હતી. જે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચેના 95 ટકાથી ઘણી ઓછી છે. જો કે, બંને સમયમાં રસી કોરોનાથી થતી ગંભીર સ્થિતિને રોકવામાં 90 થી વધુ અસરકારક રહી છે. આ જ કારણ છે કે ઇઝરાયેલ હવે બે ડોઝ ઉપરાંત બૂસ્ટર ડોઝની તૈયારી કરી રહ્યું છે.

English summary
Corona Virus: How dangerous is the AY.12 new version of the Delta variant?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X