For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ કે લોકડાઉનની જરૂર નહીં

Corona Virus : કોરોનાના નવા વેરિએન્ટ BF7એ તબાહી મચાવી રહ્યો છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. આ વચ્ચે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, હાલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરૂર નથી.

|
Google Oneindia Gujarati News

Corona Virus : કોરોનાના નવા વેરિએન્ટ BF7એ તબાહી મચાવી રહ્યો છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. આ વચ્ચે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, હાલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરૂર નથી. જોકે, આ વચ્ચે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

પહેલાથી જ મળી આવ્યું છે BF.7

પહેલાથી જ મળી આવ્યું છે BF.7

કોરોના સંક્રમણનો નવો ફેલાવો અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ શક્યતા નથી, કારણ કે ભારતમાં લોકોને 'હાઇબ્રિડ ઇમ્યુનિટી'નો લાભ મળશે.

AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, એકંદરે કોરોનાના કેસમાં કોઈ વધારો થયો નથી. ભૂતકાળના અનુભવો અનુસાર, ફ્લાઈટ્સ પર પ્રતિબંધ સંક્રમણના ફેલાવાને રોકવા માટે અસરકારક નથી. આ ઉપરાંત ડેટા દર્શાવે છે કે, ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7 આપણા દેશમાં પહેલાથી જ મળી આવ્યું છે.

સફદરજંગ હોસ્પિટલના પલ્મોનરી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચીન અનેઅન્ય કેટલાક દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાંનજીકના ભવિષ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ નથી.

હજૂ સમાપ્ત નથી થયો કોરોના

હજૂ સમાપ્ત નથી થયો કોરોના

કોરોના યોગ્ય વર્તણૂક ફરીથી અપનાવવાની જરૂર છે, કારણ કે ઘણા ઓછા પોઝિટિવ કેસોને કારણે લોકો હવે સંક્રમણ વિશે હળવા છે. વૈશ્વિકપરિદ્રશ્યને જોતાં, આપણે સંતુષ્ટ ન હોય શકીએ. કારણ કે, રોગચાળો હજૂ સમાપ્ત થયો નથી.

એપિડેમિયોલોજિસ્ટ ડૉ. ચંદ્રકાંત લહરિયાએજણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષના અનુભવો પર નજર કરીએ તો, મુસાફરી પરના પ્રતિબંધોને કારણે સંક્રમણના પ્રસારમાં ઘટાડો થવાના કોઈ સંકેત જણાઇ રહ્યા નથી.

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 201 નવા કેસ

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 201 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના કુલ 201 નવા કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 46 લાખ 76 હજાર 879 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારના રોજ આ માહિતી આપી હતી. આવા સમયે દેશમાંસક્રિય કેસ વધીને 3,397 થઈ ગયા છે. આ અગાઉ સમગ્ર દેશમાં કોવિડ-19ના કુલ 163 કેસ નોંધાયા હતા.

શુક્રવારની સરખામણીમાં શનિવારના રોજ દેશમાં કોરોનાના 38 કેસ વધ્યા છે. દેશમાં સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 30 હજાર 691 થઈ ગઈ છે.

English summary
Corona Virus : No need to ban international flights or lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X