ભારતમાં અત્યાર સુધી 11,91,946 સેમ્પલની થઈ તપાસઃ ICMR
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 11,91,946 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 11,91,946 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. આ માહિતી ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચે આપી છે. આ તપાસ દેશની સરકારી અને ખાનગી પ્રયોગશાળાઓમાં કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં કોવિડ-19ની ટેસ્ટિંગમાં બહુ વધુ ગતિ આવી છે કારણકે નવી નવી પ્રયોગશાળાઓમાં કામ શરૂ થઈ રહ્યુ છે.

ઈન્ડિય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે મંગળવારે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 11 લાખ, 91 હજાર અને 946 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે અત્યારે દેશમાં કુલ 434 પ્રયોગશાળાઓમાં કોવિડ-19ની ટેસ્ટિંગની વ્યવસ્થા થઈ ચૂકી છે. આમાંથી 320 સરકારી લેબ છે અને બાકી 114 ખાનગી લેબમાં તપાસની વ્યવસ્થા છે. બે દિવસ પહેલા સુધી દેશમાં રોજના 75,000 ટેસ્ટિંગ થવા લાગ્યા હતા. જેને આ મહિનાના અંત સુધીમાં 1,00,000 ટેસ્ટિંગ પ્રતિદિવસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસમાં સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યુ કે ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 46433 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી1568 લોકોના મોત થયા છે. કુલ 46433 કેસોમાં 32134 સક્રિય કેસ, 1568 મોત, 12727 રિકવર/ડિસ્ચાર્જ/માઈગ્રન્ટ શામેલ છે. છેલ્લા 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા અને 195 મોત થયા છે. બંનેમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.












Click it and Unblock the Notifications
