કોરોના વાયરસઃ જમ્મુમાં બે શંકાસ્પદ દર્દી મળ્યા, 31 માર્ચ સુધી શાળાઓ બંધ
જમ્મુ કાશ્મીરમાં બે વ્યક્તિમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી સામે આવી છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં બે વ્યક્તિમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી સામે આવી છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ (યોજના) રોહિત કંસલે જણાવ્યુ છે કે જમ્મુથી 2 શંકાસ્પદ દર્દીઓનો ટેસ્ટ રિપોર્ટ મળી ગયો છે જેમના પૉઝિટિવ રહેવાની વધુ આશંકા છે. એવામાં જમ્મુ અને સાંબા જિલ્લાની બધી પ્રાથમિક શાળાઓને 31 માર્ચ સુધી માટે તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દેવામાં આવી છે.

બંને દર્દીઓની સ્થિતિ સ્થિર
રોહિત કંસલે જણાવ્યુ છે કે બંને દર્દીઓને અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. બંને મેડીકલ સલાહ બાદ હોસ્પિટલથી ચાલ્યા ગયા હતા પરંતુ તેમને ફરીથી પાછા બોલાવવામાં આવ્યા છે. પ્રાથમિક શાળાઓને બંધ કરવા સાથે સાથે 31 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીરમાં બધા બાયોમેટ્રિક અટેન્ડન્સ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસના કેસ ભારતમાં સતત સામે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 31 લોકોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.

હોળી અને મહિલા દિવસના કાર્યક્રમો રદ
કોરોના વાયરસના સંક્રમણની શંકામાં દેશમાં કુલ 29,607 લોકોને મેડીકલ નિરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે ભારતમાં હજુ સુધી આ વાયરસના કારણે કોઈનુ મોત થયાના સમાચાર નથી. વળી, દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે શુક્રવાર સુધી 3,411 લોકોનો મોત નીપજ્યા છે. દેશભરમાં મોટાભાગના એવા કાર્યક્રમોને ટાળી દેવામાં આવ્યા છે જેમાં લોકોને મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગા થવાનુ છે. દેશભરમાં હોળી અને મહિલા દિવસ સાથે સંબંધિત ઘણા કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા છે.

દેશભરના 30 એરપોર્ટ પર વિદેશી નાગરિકોની તપાસના નિર્દેશ
મોટાભાગની રાજકીય પાર્ટીઓએ પણ હાલમાં સભાઓને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રાલયે દેશભરના 30 એરપોર્ટ પર વિદેશી નાગરિકોની તપાસના નિર્દેશ આપ્યા છે. આ પહેલા 21 એરપોર્ટ પર સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. બધા આંતરરાષ્ટ્રીય નાગરિકોને આરોગ્યની તપાસમાંથી પસાર થવુ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. પછી ભલે તે કોઈ પણ દેશનો કેમ ન હોય. કોરોના વાયરસ અત્યાર સુધી 88 દેશોમાં પોતાના પગ પસારી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
