Covid-19 Update: ભારતમાં કોરોનાએ પકડ્યો વેગ, 2 મહિના બાદ આવ્યા 22 હજારથી વધુ નવા કેસ

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જાણો આંકડા..

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. લગભગ બેથી અઢી મહિના બાદ દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે(11 માર્ચ) આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 22,854 નવા કેસ સામે આવ્યા છે અને 126 લોકોના મોત થયા છે. લગભગ અઢી મહિના બાદ 22 હજાર 854 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ કોવિડ-19 પૉઝિટીવ કેસોની સંખ્યા 1,12,85,561 થઈ ગઈ છે. વળી, દેશમાં અત્યાર સુધી કોરોનાથી 1,58,189 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 18,100 લોકો કોરોના વાયરસથી રિકવર થયા છે.

coronavirus

લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 1,89,226 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,09,38,146 છે. દેશમાં ગુરુવારે સતત આઠમા દિવસે 15 હજારથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. આ પહેલા 25 ડિસેમ્બર 2020એ 22,273 કેસ નોંધવામાં આવ્યા હતા. ભારતમાં કોરોનાનો ડેથ રેટ 1.40 ટકા છે. જ્યારે રિકવરી રેટ લગભગ 97 ટકા છે. વળી, સક્રિય કેસ 1.64 ટકા છે. ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યામાં 12મુ સ્થાન છે.

લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં સક્રિય કેની કુલ સંખ્યા હવે 1,89,226 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,09,38,146 છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના જણાવ્યા મજુબ ભારતમાં 10 માર્ચ સુધી કોરોના વાયરસ માટે કુલ 22,42,58,293 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે જેમાંથી 7,78,416 સેમ્પલ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં 2 માર્ચથી કોરોના વેક્સીનેશન અભિયાનના બીજા તબક્કાની શરૂઆત થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X