24 કલાકમાં સામે આવ્યા 2293 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 37 હજારને પાર
ભારતમાં પણ કોરોના વાયરસને કેસ સતત વધી રહ્યા છે.
જાનલેવા કોરોના વાયરસે અત્યારે આખી દુનિયામાં કોહરામ મચાવી રાખ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસને કેસ સતત વધી રહ્યા છે. શનિવારે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપીને જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2293 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 37336 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ 71 લોકોનો જીવ લઈ ચૂક્યા.

અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 1218 લોકોના મોત
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 1218 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, 9950 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે, મોટાભાગનાને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ દેશમાં અત્યારે કોરોના વાયરસના એક્ટિવ કેસ 26167 છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના પ્રકોપને જોતા સરકારે લૉકડાઉનના ત્રીજા તબક્કાનુ એલાન કર્યુ છે. લૉકડાઉનનો ત્રીજો તબક્કો 4 મેથી 17 મે સુધી લાગુ રહેશે. જો કે આ વખતે લૉકડાઉનમાં ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે.

શું છે નવી ગાઈડલાઈન્સ
શુક્રવારે કેન્દ્ર સરકારના નિર્ણય હેઠળ દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ને એક વાર ફરીથી 4 મે બાદ પણ વધુ બે સપ્તાહ માટે વધારવામાં આવ્યુ છે. જો કે ગૃહ મંત્રાલય તરફથી જારી નવી ગાઈડલાઈન્સમાં આ વખતે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા વિસ્તારોને ઘણી છૂટ આપવામાં આવી છે. ગ્રીન ઝોમાં એ વિસ્તારો છે જેમાં વર્તમાન તારીખ સુધી કોવિડ-19ના એક પણ કન્ફર્મ કેસ નથી અથવા છેલ્લા 21 દિવસોમાં એવા એક પણ કન્ફર્મ કેસ નથી આવ્યા. નવી ગાઈડલાન્સ મુજબ દેશના સૌથી વધુ કોરોના સંક્રમિત વિસ્તારોને (રેડ અને ઓરેન્જ ઝોન) કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. એટલે કે આ વિસ્તારો એવા છે જ્યાં ઈન્ફેક્શન ઝડપથી ફેલાવાનો ખતરો છે. આવા વિસ્તારોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. માત્ર મેડીકલ અને જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રહેશે. એટલે કે ઓરેન્જ ઝોનમાં પણ જો કન્ટેનમેન્ટ ઝોન હોય તો ત્યાં કોઈ પ્રકારની ગતિવિધિની મંજૂરી આપવામાં આવશે નહિ.

સિનેમા હૉલ, મૉલ, જિમ, સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ હજુ રહેશે બંધ
નવી ગાઈડલાઈન્સમાં પણ અમુક સીમિત ગતિવિધિઓમાં આખા દેશમાં પહેલાની જેમ પ્રતિબંધ ચાલુ રહેશે. ભલે તે કોઈ પણ ઝોનમાં આવતા હોય. આ પ્રતિબંધ હશે-હવાઈ, રેલ, મેટ્રો અને આંતરરાજ્ય માર્ગ પરિવહન. આ ઉપરાંત સ્કૂલ, કોલેજ અને બીજી શિક્ષણ સંસ્થાઓ, ટ્રેનિંગ/કોચિંગ સંસ્થાઓ, હોસ્પિટાલિટી સર્વિસ(હોટલ-રેસ્ટોરન્ટ સહિત) પણ બંધ રહેશે. સિનેમા હૉલ, મૉલ, જિમ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ પણ નહિ ખુલે. સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને બીજા પ્રકારના કાર્યક્રમ જ્યાં ભીડ ભેગી થતી હોય, ભલે તે ધાર્મિક સ્થળ હોય કે સાર્વજનિક પૂજાપાઠ બધા પર રોક પહેલાની જેમ રહેશે. રેલ, હવાઈ કે માર્ગથી સીમિત બાબતોમાં અવરજવરની મંજૂરી હશે, જેના પરવાનગી ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
