ભારતમાં ફરીથી વધ્યા કોરોના કેસ, 24 કલાકમાં સામે આવ્યા 23 હજારથી વધુ દર્દી, 117 મોત

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોએ ફરીથી લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. જાણો અપડેટ.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોએ ફરીથી લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. શુક્રવારે(12 માર્ચ) આ વર્ષના એક દિવસમાં સૌથી વધુ 23 હજાર 285 કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. આ પહેલા 11 માર્ચે ભારતમાં 22,854 કોરોના કેસ સામે આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે(12 માર્ચ)ના આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 23,285 નવા કેસ સામે આવ્યા છે અને 117 લોકોના મોત થયા છે. આ વર્ષમાં આ દિવસે સૌથી વધુ કોરોનાના આંકડા છે. 23,285 નવા કેસ આવ્યા બાદ કોરોનાના કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 1,13,08,846 થઈ ગઈ છે.

coronavirus

વળી, 17 નવા મોત બાદ દેશમાં કુલ મોતની સંખ્યા 1,58,306 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા હવે 1,97,237 છે અને ડિસ્ચાર્જ કેસોની કુલ સંખ્યા 1,09,53,303 છે. દેશમાં શુક્રવારે સતત 9માં દિવસે 15 હજારથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. માર્ચની શરૂઆતથી જ દેશમાં કોરોના કેસોમાં વધારો થયો છે. આ પહેલા 11 માર્ચે 22,854 કોરોના કેસ સામે આવ્યા હતા. વળી, આ પહેલા 25 ડિસેમ્બર 2020ના રોજ 22,273 કેસ કોવિડ-19ના નોંધવામાં આવ્યા હતા. ભારતમાં કોરોનાથી ડેથ રેટ 1.40 ટકા છે. રિકવરી રેટ લગભગ 97 ટકા છે. દેશમાં સક્રિય કેસ 1.64 ટકા છે. ભારત કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યામાં દુનિયાભરમાં 12માં સ્થાને છે.

દેશમાં સૌથી વધુ કોરોનાનુ જોખમ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ મહિના બાદ સૌથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 10 માર્ચે કોરોનાના 14,317 કોવિડ-19 કેસ સામે આવ્યા હતા. 7,193 લોકો ડિસ્ચાર્જ થયા અને 57 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કુલ કોવિડ-19 કેસોની સંખ્યા 22,66,374 છે. રાજ્યમાં 52,667 લોકોના મોત થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X