For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત

Coronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ આખી દુનિયા હાલ જીવલેણ વાયરસ કોરોના સામે જંગ લડી રહી છે. લાખો કોશિશો છતાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા, અમેરિકા, ઈટલી, સ્પેન, ભારત સહિત કેટલાય મોટા દેશ આ મહામારી વિરુદ્ધ મળીને લડાઈ લડી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસના મામલા વધવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા પણ વધી ગઈ છે, પાછલા 24 કલાકમાં કોરોના વાયરસથી 34 લોકોના મોત થયાં છે જ્યારે 909 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8356 થઈ ગઈ છે, જ્યારે મોતનો આંકડો 273 સુધી પહોંચી ગયો છે.

8356 પીડિતો

8356 પીડિતો

આ 8356 પીડિતોમાંથી 7367 પૉઝિટિવ કેસ છે, જ્યારે 716 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે, સંક્રમણને જોતા દેશમાં લૉકડાઉન વધવાની પૂરી સંભાવના છે, શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન અને કોરોના વાયરસ વિરુદ્ધ રણનીતિ પર ચર્ચા પણ કરી છે, જ્યારે બીજી તરફ એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી વધારવાનો વિચાર કરી રહી છે.

ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને સુરક્ષા પ્રદાન કરો

ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને સુરક્ષા પ્રદાન કરો

દેશમાં કોરોના વાયરસના દર્દીના ડેલી અપડેટમાં સ્વાસ્થ્ય મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કોવિડ-19થી બચવા માટે ભારતે તેજીથી તૈયારી શરૂ કરી છે. દેશમાં 586 કોવિડ19 સમર્પિત હોસ્પિટલ અને 1 લાખથી વધુ આઈસોલેશન બેડ અને 11500 આઈસીયૂ બેડ છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, આજે ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી અનુરોધ કર્યો કે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને જરૂરિયાત મુજબ સુરક્ષા પ્રદાન કરે.

લૉકડાઉન અને નિયંત્રણના ઉપોયો મહત્વપૂર્ણ

લૉકડાઉન અને નિયંત્રણના ઉપોયો મહત્વપૂર્ણ

લવ અગ્રવાલે આગળ જણાવ્યું કે કોવિડ19થી લડવા માટે લૉકડાઉન અને નિવારક ઉપાયો મહત્વપૂર્ણ છે. જો આપણે કોઈ ઉપાયો ના કર્યા હોત તો આપણી પાસે 2 લાખથી વધુ મામલા આવી ચૂક્યા હોત. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, આજે ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ લખી અનુરોધ કર્યો છે કે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને જરૂરી સુરક્ષા પ્રદાન કરે.

દિલ્હી: કાશ્મીરી ગેટ પાસેના શેલ્ટર હોમમાં આગ લાગી, 5 ફાયર એન્જિન સ્થળ પરદિલ્હી: કાશ્મીરી ગેટ પાસેના શેલ્ટર હોમમાં આગ લાગી, 5 ફાયર એન્જિન સ્થળ પર

English summary
34 deaths and 909 new cases reported in last 24 hours; India's total number of #Coronavirus positive cases rises to 8356 (including 7367 active cases, 716 cured/discharged/migrated and 273 deaths): Ministry of Health and Family Welfare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X