For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના વાયરસથી 42298 લોકો થયા રિકવર, કુલ સક્રિય કેસ 61,149: આરોગ્ય મંત્રાલય

કોરોનાના વધતા સંક્રમણ વિશે આરોગ્ય મંત્રાલય તરફથી બુલેટિન જારી કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાના વધતા સંક્રમણ વિશે આરોગ્ય મંત્રાલય તરફથી બુલેટિન જારી કરવામાં આવ્યુ છે. મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણથી 42,298 દર્દી રિકવર થયા છે અને આ સંતોષજનક છે. તેમણે જણાવ્યુ કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 61,149 છે. તેમણે જણાવ્યુ કે વિશ્વની કુલ જનસંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે તો કોરોના વાયરસના કારણે પ્રતિ લાખ જનસંખ્યા પર 62 લોકો પ્રભાવિત થયા છે.

lav agarwal

વળી, ભારતમાં દેશની પ્રતિ લાખ જનસંખ્યા પર માત્ર 7.9 લોકો જ કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. મોતના આંકડાઓ પર બોલતા લવ અગ્રવાલે જણાવ્યુ કે દુનિયાની પ્રતિ લાખ વસ્તી પર 4.2 લોકોના મોત થયા છે પરંતુ જો ભારતની વાત કરીએ તો અહીં પ્રતિ લાખ જનસંખ્યા પર માત્ર 0.2 લોકોના જ મોત થયા છે.

લવ અગ્રવાલે કહ્યુ કે દુનિયાના અન્ય દેશોની તુલનામાં આપણી સ્થિતિ ઘણી સારી છે જ્યારે જનસંખ્યા બાબતે આપણે તેમનાથી ઘણા વધુ છે. 15 દેશમાં ભારતના મુકાબલે 83 ટકા મોત વધુ થઈ રહી છે. સારી વાત એ છે કે ભારતમાં મૃત્યુ દર ઘણો ઓછો છે. તેમણે જણાવ્યુ કે પહેલા લૉકડાઉન દરમિયાન રિકવરી રેટ 7.1 ટકા હતો, બીજા લૉકડાઉન દરમિયાન આ 11.42 ટકા થયો. પછી તે વધીને 26.59 ટકા થયો છે. હવે રિકવરી રેટ 39.62 ટકા છે.

દેશભરમાં 25 મેથી શરૂ થશે ઘરેલુ ઉડાનો, ઉડ્ડયન મંત્રીએ આપી માહિતીદેશભરમાં 25 મેથી શરૂ થશે ઘરેલુ ઉડાનો, ઉડ્ડયન મંત્રીએ આપી માહિતી

English summary
Coronavirus: 42,298 people have recovered and the number of active cases are 61,149.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X