For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: મદદ માટે બજાજ ગ્રુપ 100 કરોડ અને ગોદરેજ 50 કરોડ આપશે

Coronavirus: મદદ માટે બજાજ ગ્રુપ 100 કરોડ અને ગોદરેજ 50 કરોડ આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસથી તેજીથી ફેલાઈ રહ્યો છે. દરરોજ આના મામલા વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન ભારત સરકારથી લઈ મોટા ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ આ લડાઈને સફળ બનાવવા માટે શક્ય તમામ કોશિશ કરતા દેખાઈ રહ્યા છે. દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની બજાજ ગ્રુપે કોરોના વાયરસની મહામારીથી લડવા માટે 100 કરોડ રૂપિયાની મદદની ઘોષણા કરી છે.

મદદ માટે આગળ આવ્યા બિઝનેસમેન

મદદ માટે આગળ આવ્યા બિઝનેસમેન

બજાજ સમૂહના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજાજે ઘોષણા કરતા કહ્યું કે આ વિષમ પરિસ્થિતિમાં અમે સંપૂર્ણ મદદ માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે તેમની કંપનીએ મહામારી સામે લડવા માટે 100 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આની સાથે જ કંપનીએ એમ પણ કહ્યું કે સરકાર અને 200થી વધુ એનજીઓ દેશભરમાં તમામ પ્રકારની મદદ પહોંચાડશે. સાથે જ કંપની હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ શ્રેષ્ઠ બનાવવા અને ખાનગી હોસ્પિટલમાં આઈસીયૂ અને અન્ય સુવિધાઓને મજબૂત કરવામાં મદદ મળશે.

ગોદરેજે પણ મદદ કરી

ગોદરેજે પણ મદદ કરી

જણાવી દઈએ કે બજાજ કંપનીએ પિંપરી, ચિંચવાડા સહિત અન્ય ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મદદ માટે ઘોષણા કરી છે અને પોતાના તમામ કર્મચારીઓને રજા પણ આપી દીધી છે. આ ઉપરાંત કંપનીએ રોજ કમાઈને ખાનાર પ્રભાવિત લોકો માટે શેલ્ટર ખાવાની વ્યવસ્થા કરી છે. જ્યારે ગોદરેજ સમૂહે 50 કરોડ રૂપિયાની મદદની ઘોષણા કરી છે. ગોદરેજ એન્ડ બોયેના મેનેજિંગ ડાયરેક્ટર જમશેદ ગોદરેજે કર્મચારીઓ સાથે ઈમેલ પર આ વિશે જણાવ્યું.

ભારતમાં સંક્રમિત મામલાની સંખ્યા 700

ભારતમાં સંક્રમિત મામલાની સંખ્યા 700

જણાવી દઈએ કે ભારતમાં સંક્રમિત મામલાની સંખ્યા 700 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 16 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. કોરોના વાયરસને જોતા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન છે. આ દરમિયાન જરૂરતની ચીજો મળતી રહેશે, જેના માટે તમામ રાજ્ય સરકાર બધા ઈંતેજામ કરવામાં લાગી છે.

COVID-19: ચીનથી આગળ નીકળ્યું અમેરિકા, USAમાં સૌથી વધુ સંક્રમિતોCOVID-19: ચીનથી આગળ નીકળ્યું અમેરિકા, USAમાં સૌથી વધુ સંક્રમિતો

English summary
bajaj group committed 100 crore and godrej 50 crore to india ongoing fight with coronavirus covid 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X