For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કંપનીએ શરૂ કર્યું કોવિડ-19ની વેક્સીનનું ટ્રાયલ, માત્ર નાકમાં અમૂક ટીપાં નાખવાં પડશે

ભારતીય કંપનીએ શરૂ કર્યું કોવિડ-19ની વેક્સીનનું ટ્રાયલ, માત્ર નાકમાં અમૂક ટીપાં નાખવાં પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી જે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 15 લાખ લકોને સંક્રમિત કરી ચૂકી છે, તેની વેક્સીન તૈયાર કરવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરી રહ્યા છે. અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યા કે હાલ કોવિડ-19ની 140 પ્રયોગાત્મક દવાઓ પર ટ્રાયલ ચાલુ છે. જેમાંથી 11 ક્લીનિકલ ટ્રાયલ્સ વિવિધ તબક્કામાં છે. ભારતમાં પણ આ મહામારીની વેક્સીન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.

Coronavirus

આ વર્ષના અંત સુધી તૈયાર થઈ જશે વેક્સીન

અખબાર તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ હૈદરાબાદ સ્થિત વેક્સીન બનાવતી કંપની ભારત બાયોટેક કોવિડ-19નું ઈન્ટ્રા નેસલ ડ્રોપ એટલે કે નાકમાં નાખવાની વેક્સીનને ડેવલપ કરવાનું કામ કરી રહી છે. કંપનીએ અમેરિકામાં યૂનિવર્સિટી ઑફ વિસ્કોનસિન-મેડિસિન અને વેક્સીન ડેવલપ ફ્યૂઝનની સાથે મળી આ વેક્સીનના ટેસ્ટિંગનુ્ં કામ શરૂ કરી દીધું છે. આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ તરફથી ઉમ્મીદ જતાવવામાં આવી છે કે આ વર્ષના અંતમાં તેઓ વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ શરૂ કરી દેશે. ભારત બાયોટેકે પણ આશા જતાવી કે તેમને કોરો ફ્લૂ વૈક્સીન આ વર્ષના અંતમાં હ્યૂમન ટ્રાયલ માટે હાજર રહેશે. કંપનીના ચેરમેન અને એમડી ડૉક્ટર કૃષ્ણા એલાએ સીએનબીસીને આપેલ ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે વેક્સીન માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ પૂરું થઈ ચૂક્યું છે.

અમેરિકાની મદદ કેમ લેવી પડી

હાલ જાનવરો પર તેનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે હાલ જાનવરોના ટ્રાયલ પર નજર રાખીને બેઠા છીએ કેમ કે વેક્સીનમાં કેટલીક સમસ્યા છે. એવામાં તમારે એનિમલ ટેસ્ટિંગમાં ઘણી સાવધાની રાખવી પડે છે. એલાએ કહ્યું કે કંપનીએ નેસલ સ્ટ્રેટેજીને આના માટે ચૂંટી છે કેમ કે ફ્લૂ અને કોવિડ-19 જેવી બીમારી નાકી શરૂ થાય ચે અને પછી ફેફડા પણ પહોંચી શકે છે. એવામાં નાકમાં રહેલ મ્યૂકોસલની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. તેમણે કહ્યું કે ટેસ્ટિંગમાં જેવી રીતે જાનવરોની જરૂરત હોય છે, તે ભારતમાં નથી અને માટે તેમાં અમેરિકી યૂનિવર્સિટીની મદદ લેવી પડી.

મહારાષ્ટ્રમાં 1000ને પાર થઈ કોરોના સંક્રમિતોની સંખ્યા, સૌથી વધુ કેસ મુંબઈમાંમહારાષ્ટ્રમાં 1000ને પાર થઈ કોરોના સંક્રમિતોની સંખ્યા, સૌથી વધુ કેસ મુંબઈમાં

English summary
Coronavirus: Bharat biotech to begin human trials of nasal drop vaccine in 4 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X