હવામાં કલાકો જીવતો રહી શકે કોરોના વાયરસ, અભ્યાસ બાદ WHOએ આપી સલાહ
માહિતી મળી છે કે આ વાયરસથી સંક્રમિત લોકોના ઈલાજમાં જોડાયેલી આરોગ્યકર્મીઓએ પોતાની સાવચેતીઓ વધારવાની જરૂર છે.
કોરોના વાયરસ સામે લડવા માટે ના તો હજુ સુધી કોઈ કારગર દવા શોધાઈ છે અને ના નજીકના ભવિષ્યમાં કોઈ વેક્સીન આવવાની આશા છે. પરંતુ આ સંકટ ઘટવાના બદલે રોજ નવા નવા રૂપમાં વધતુ જ જાય છે. હવે માહિતી મળી છે કે આ વાયરસથી સંક્રમિત લોકોના ઈલાજમાં જોડાયેલી આરોગ્યકર્મીઓએ પોતાની સાવચેતીઓ વધારવાની જરૂર છે કારણકે નવા સ્ટડીમાં માલુમ પડ્યુ છે કે આ વાયરસ હવામાં ત્રણ કલાક સુધી જીવતો રહી શકે છે. વાસ્તવમાં ઈલાજ દરમિયાન આરોગ્યકર્મીઓને ઘણી રીતે મેડીકલ પ્રક્રિયાઓ પૂરી કરવાની હોય છે. આ દરમિયાન સંક્રમિત વ્યક્તિથી નીકળેલો વાયરસ તેમને સીધો ચપેટમાં લઈ શકે છે. એટલા માટે વિશ્વ આરોગ્ય સંગઠને આરોગ્યકર્મીઓને પોતાની સાવચેતી વધુ સચોટ કરવાની સલાહ આપી છે જેથી કોઈ પણ પ્રકારનુ જોખમ ન રહી જાય.

હવામાં 3 કલાક જીવતો રહી શકે છે કોવિડ-19
વાયરસ હવામાં પણ કલાકો જીવતો રહી શકે છે, એક નવા અભ્યાસમાં આ માહિતી સામે આવ્યા બાદ વિશ્વ આરોગ્ય સંગઠન પણ હરકતમાં આવી ગયુ છે. હવે આ વૈશ્વિક સંગઠન મેડીકલ પ્રોફેશનલ્સ માટે ‘હવા સાથે સંબંધિત સાવચેતીઓ' પર વિચાર કરી રહ્યુ છે. ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ડબ્લ્યુએચઓના ઈમર્જિંગ ડિજિજેજ એન્ડ જુનોસિસનના હેડ ડૉક્ટર મારિયા વેન કેરખોવે સોમવારે આ વાતની ગંભીરતા પર જોર આપ્યુ છે કે નવો અભ્યાસ સામે આવ્યા બાદ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓના ઈલાજ સાથે જોડાયેલા હેલ્થકેર વર્કર્સે પોતાના સુરક્ષા માટે વધુ પગલાં લેવા પડશે. તમને જણાવી દઈએ કે આ વાયરસ સામાન્ય રીતે શ્વાસના ટીપાં જેવા કે કોઈ છીંકે અથવા ખાંસે ત્યારે તે એકબીજામાં સંક્રમિત થાય છે. પરંતુ નવા અભ્યાસથી માલુમ પડ્યુ છે કે તે હવામાં ત્રણ કલાક સુધી પડી રહી શકે છે.

આરોગ્યકર્મી રાખે વધુ સતર્કતા- વિશ્વ આરોગ્ય સંગઠન
જો કે ડબ્લ્યુએચઓના ડૉક્ટરે કહ્યુ કે નવા અભ્યાસથી દરેક વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મેડીકલ સ્ટાફે આ જોખમને ગંભીરતાથી લેવુ જોઈએ. જેમ કે આરોગ્યકર્મીઓએ કોવિડ-19ના દર્દીઓને શ્વાસ લેવામાં મદદ કરવા માટે તેના ગળામાં ટ્યુબ નાખવી પડે છે અને એટલા માટે તેમણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. ડૉક્ટર મારિયાના જણાવ્યા મુજબ, ‘જ્યારે તમે મેડીકલ કેર દરમિયાન કોઈ એરોસોલ-જેનેરેટિંગ પ્રોસિજર જેવુ કંઈક કરે છે, ત્યારે એ સંભવ છે કે તમે આ કણોને જેને આપણે એરોસોલાઈઝ કહીએ છે, કરી લો. આનો અર્થ એ કે આ હવામાં કંઈક વધુ વાર સુધી જીવતો રહી શકે છે.' તેમણે કહ્યુ કે આ બહુ જ મહત્વપૂર્ણ છે કે ‘હેલ્થકેર વર્કર જ્યારે આ દર્દીઓનો ઈલાજ કરી રહ્યા હોય છે અને આ રીતની પ્રક્રિયા નિભાવી રહ્યા હોય તો તેમણે વધુ સતર્કતા રાખવી જોઈએ.'

આરોગ્યકર્મીઓને સાવચેત રહેવુ ખૂબ જ જરૂરી
તમને જણાવી દઈએ કે અમેરિકાના સેન્ટર્સ ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રોવિન્શને વર્તમાન સમયમાં હેલ્થકેર વર્કર્સને એ સલાહ આપી છે કે તે વન95 માસ્ક પહેરે કે જે 95 ટકા સુધી બધા પ્રકારના તરલ અને હવામાં હાજર કણોને ફિસ્ટર કરવામાં સક્ષમ છે. પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠનના ડૉક્ટરની ટિપ્પણી એવા સમયમાં આવી છે જ્યારે દુનિયાભરમાં હજારો ડૉક્ટર અને આરોગ્યકર્મી કોવિડ-19 સામે જંગ લડી રહ્યા છે. કારણકે આનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા લગભગ ત્રણ લાખ સુધી પહોંચી ચૂકી છે અને રોજ તેમાં વધારો થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
