For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની બધી કંપનીઓને અપીલ, કર્મચારીઓનો પગાર ના કાપો, અને નોકરીએથી હટાવવા નહિ

મોદી સરકારની બધી કંપનીઓને અપીલ, કર્મચારીઓનો પગાર ના કાપો, અને નોકરીએથી હટાવવા નહિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખો દેશ કોરોનાવાઈરસ સામે એકજુટ થઈ લડાઈ લડી રહ્યો છે. તમામ રાજ્યોમાં લૉકડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે, કેટલાય રાજ્યોમાં કર્ફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યું છે, જેનાથી લોકોની ભીડ એકઠી થવા દેવામાં આવતી નથી અને કોરોનાવાઈરસના સંક્રમણને ફેલાતું રોકી શકાય. આ દરમિયાન પ્રાઈવેટ નોકરી કરી રહેલા લોકો પર તેમની નોકરી જવાનો અને પગાર અટકવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઈ કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને અપીલ કરી કે તે કર્મચારીઓને નોકરીમાંથી ના કાઢે અને તેમનો પગાર પણ ના કાપે.

narendra modi

શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ હીરાલા સમરિયાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આ બાબતે એક પત્ર લખ્યો છે. અગાઉ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રના નામ સંબોધનમાં આ કંપનીઓને એલાન કર્યું હતું કે તેઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી ના કાઢે અને તેમનો પગાર પણ કાપે નહિ. હીરાલા સમરિયાએ તમામ સચિવોને લખેલ પત્રમાં કહ્યુ્ં કે કોરોનાવાઈરસથી પેદા થયેલ હાલાતમાં કર્મચારીઓની સુવિધાનું ધ્યાન રાખવું જરૂરી છે. તમામ પ્રાઈવેટ અને પબ્લિક કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે સંકટના આ સમય દરમિયાન તેઓ છંટણી ના કરે અને તેમનો પગાર પણ ના કાપે. જો કોઈ કર્મચારી રજા લે છે તો તેને રજા માનવામાં આવે.

જણાવી દઈે કે કોરોનાવાઈરસને પગલે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 548 જિલ્લામાં સોમવારે સાંજે સંપૂર્ણપણે લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. એકલા સોમવારે 95 નવા કોરોના પૉઝિટિવ કેસોની પુષ્ટિ થઈ છે જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. સોમવારે રાત સુધી આ વાયરસથી કુલ 471 લોકો પૉઝિટિવ મળ્યા હતા. જ્યારે દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, પોંડીચેરીમાં 31 માર્ચ સુધી કર્ફ્યૂ લાગૂ થઈ ગયું છે.

દરરોજ 1 લાખ માસ્ક તૈયાર કરશે રિલાયન્સ, કામ બંધ થવા પર તમામ કર્મચારીઓને આખો પગાર આપશેદરરોજ 1 લાખ માસ્ક તૈયાર કરશે રિલાયન્સ, કામ બંધ થવા પર તમામ કર્મચારીઓને આખો પગાર આપશે

English summary
Coronavirus: Central government appeals to all private companies dont cut salary of employees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X