For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના ડરથી દિલ્હી-નોઈડા બોર્ડર સંપૂર્ણપણે સીલ

કોરોના વાયરસના ડરથી દિલ્હી-નોઈડા બોર્ડર સંપૂર્ણપણે સીલ

|
Google Oneindia Gujarati News

નોઈડાઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે નોઈડા-દિલ્હી બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ગૌતમબુદ્ધનગરના ડીએમે આ આદેશ જાહેર કર્યો છે. ગૌતમનગરના ડીએમે ટ્વીટ કરીને કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગની સલાહ અને વ્યાપક પાયે સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખી કોરોના સાથેની જંગના નિવારક ઉપાય તરીકે અમે દિલ્હી-નોઈડા સીમાને સંપૂર્ણપણે બંધ કરી રહ્યા છીએ. તમને સહયોગ કરવાનો અનુરોધ કરી રહ્યા છીએ, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો.

delhi

જિલ્લાધિકારી કાર્યાલયથી જાહેર આદેશમાં સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે, જે મુજબ શહેરમાં વધતા કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા ઘણી છે જેનો સંબંધ કોઈને કોઈ રૂપે દિલ્હી સાથે રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોઈડા અને દિલ્હી વચ્ચે અવરજવર ઘણી થઈ રહી છે જેના પર નિયંત્રણ અતિ જરૂરી છે.

બોર્ડર સીલ, આ 6 સેવાઓ પર છૂટ મળશે

  1. કોવિડ-19 દરમિયાન સેવા ખડે પગે રહેલાઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓને પાસ સાથે છૂટ મળશે.
  2. જરૂરી સામાન લાવવા-લઈ જવા માટે હળવા-ભારે વાહનોને છૂટ હશે. વાહનોમાં યાત્રી લઈ જતા હોવાનું સામે આવ્યું તો કાનૂની કાર્યવાહી થશે.
  3. એમ્બ્યુલન્સ સેવા
  4. ભારત સરકારમાં ઉપ સચિવ અથવા તેમના વરિષ્ઠ અધિકારીઓને ગૃહ મંત્રાલયના પાસ સાથે છૂટ હશે.
  5. એડિશનલ પોલીસ કમિશ્નર અથવા જિલ્લા સૂચના અધિકારી તરફથી પાસ જાહેર કરવામાં આવ્યા તેવા મીડિયાકર્મીઓને અવર જવર માટે છૂટ હશે.
  6. નોઈડામાં જરૂરી ઈમર્જન્સી સેવાઓ આપતા વિશેષ ડૉક્ટરોને પણ છૂટ છે, તેમની યાદી મુખ્ય ચિકિત્સા અધિકારી પ્રશાસનને સોંપશે.

જણાવી દઈએ કે મંગળવારે ગૌતમબુદ્ધનગરમાં પણ કોરોના સંક્રમણના વધુ બે મામલા સામે આવ્યા છે. જેમને મિલાવી જિલ્લામાં કોરોના વાયરસના મામલાની કુલ સંખ્યા વધીને 102 થઈ ગઈ છે. જિલ્લા સતર્કતા અધિકારી સુનીલ દોહરેએ જણાવ્યા મુજબ મંગળવારે 116 લોકોના રિપોર્ટ આવ્યા જેમાંથી 114 નેગેટિવ નીકળ્યા.

રાયબરેલીમાં 33 નવા કોરોના પોઝિટીવ કેસ, 16 જમાતી સામેલરાયબરેલીમાં 33 નવા કોરોના પોઝિટીવ કેસ, 16 જમાતી સામેલ

English summary
Coronavirus: Delhi-Noida border completely sealed till further orders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X