કોરોના વાયરસના કારણે 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી સ્થગિત
કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા રાજ્યસભા ચૂંટણીને ટાળી દીધી છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા રાજ્યસભા ચૂંટણીને ટાળી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણી ટાળી દીધી છે. જો કે નવી તારીખોનુ એલાન નથી કરવામાં આવ્યુ. એવી સંભાવના છે કે સાવચેતી વર્તીને રાજ્યસભા ચૂંટણી પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26 માર્ચે જ થશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે 26 માર્ચે યોજનારા રાજ્યસભા ચૂંટણી નક્કી સમયે નહિ થાય.













Click it and Unblock the Notifications
